Friday, May 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રવાપર રોડ પર ફર્નિચરની દુકાનમાં આગ

મોરબીના રવાપર રોડ પર ફર્નિચરની દુકાનમાં આગ

મોરબી : મોરબી શહેરના રવાપર રોડ પર વી માર્ટ સામેની શેરીમાં આવેલ પ્લાયવુડ અને ફોર્મનું કામકાજ કરતી એક ફર્નિચરની દુકાનમાં આજે બુધવારે વહેલી સવારે આગ લાગતા મોરબી કોર્પોરેશનના ફાયર બ્રિગેડ કાફલાએ ત્રણ ગાડીઓ સાથે પાણીનો સતત મારો ચલાવવાની સાથે ફોર્મનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયાસો કર્યા હતા.આગના લબકાર હજુ પણ ચાલુ હોવાનુ અને બાજુની તેમજ ઉપરની દુકાનમાં પણ આગ પ્રસરી ગઈ હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ રવાપર રોડ પર વી માર્ટ સામેની શેરીમાં આવેલ દીપકલા નામની ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડને 6.29 મિનિટે આગ બુઝાવવા અંગે કોલ મળતા ફાયર ટીમ બનાવ સ્થળે પહોંચી હતી.આગ વધુ પ્રમાણમાં હોવાનું જણાતા ફાયર ટીમે દુકાનની ત્રણ સાઈડથી પાણીનો મારો ચલાવી ત્રણ ફાયર ટેન્ડર વડે આગ બુઝાવવા જહેમત ઉઠાવી હતી.પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યનું મનાઈ રહ્યું છે.બીજી તરફ ફર્નિચરની દુકાનમાં આગ ઝડપથી વકરે તેવો પ્લાયવુડ, ફોર્મ, કેમિકલ અને લાકડા સહિતનો સામન હોય ફાયર બ્રિગેડને આગ ઓલાવવામાં ભારે જહેમત ઉઠાવી પડી હતી.ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકીએ જણાવ્યું હતું કે, દુકાનમાં આગ લાગ્યા બાદ અંદર કેમિકલ અને ફોર્મ મટીરીયલ હોય આગ ત્વરિત પ્રસરી બાજુની દુકાનમાં તેમજ ઉપરના માળ સુધી પહોંચી ગઈ હતી.વધુમાં દુકાનનું સ્ટ્રક્ચર પતરાના શેડનું હોય આગ બુઝાવવામાં મુશ્કેલી પડી હતી.હાલમાં કેમિકલ ફોર્મનો મારો ચલાવી કુલિંગ કરવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments