Thursday, April 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાનગર પાલિકામાં શિક્ષિત પ્રતિનિધિઓનું પ્રભુત્વ: 52માંથી 30 ઉમેદવાર શિક્ષિત

મોરબી મહાનગર પાલિકામાં શિક્ષિત પ્રતિનિધિઓનું પ્રભુત્વ: 52માંથી 30 ઉમેદવાર શિક્ષિત

મોરબી મહાનગર પાલિકાની પ્રથમ ચૂંટણીમાં સીરામીક નગરીના મતદારોએ ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂકી નગરપાલિકાની જેમ જ વર્ષ 2026માં ફરી એક વાર તમામ 52 બેઠકો પર ભાજપના ઉમેદવારોને પસંદ કર્યા છે. ભાજપના ચૂંટાયેલા 52 કોર્પોરેટરો પૈકી 21 નગરસેવકો કરોડપતિ છે તો 27 જનપ્રતિનિધિ લખપતિની શ્રેણીમાં આવે છે.મજાની વાત તો એ છે કે, નવા સુકાનીઓમાં 30 જેટલા ઉમેદવારો શિક્ષિત છે અને 11 ઉચ્ચતર શિક્ષણ મેળવનાર છે સાથે જ બે પ્રતિનિધિઓએ નિરક્ષર છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તા.26 એપ્રિલે મતદાન બાદ મંગળવારે મતગણતરી સાથે જ જનતાનો ફેંસલો આવી ગયો છે. નગરપાલિકામાંથી મહાનગર બનેલા મોરબીમાં વર્ષ 2021ના ચૂંટણી પરિણામોનું પુનરાવર્તન સાથે તમામ 52 બેઠકો ભાજપના ખાતામાં આવી છે.અહીં સત્તાપક્ષનો વિરોધ કરનાર કોઈ નથી ત્યારે જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓની આર્થિક તેમજ શૈક્ષણિક સ્થિતિ જોવામાં આવે તો 52 પૈકી 13 કોર્પોરેટર સ્નાતક છે જયારે ત્રણ નગરસેવકો વેલ્યુએશન, કાયદા અને બીએડની ડિગ્રી ધરાવે છે. 14 ઉમેદવારોએ એસએસસીથી વધુ અભ્યાસ કર્યો છે તો 11 જનસેવકો ધોરણ 7થી 9 સુધી ભણેલા છે.ઉપરાંત 8 જનપ્રતિનિધિ ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે અને માત્ર બે જ કોર્પોરેટર નિરક્ષર છે.

નવા ચૂંટાયેલા નગરસેવકોની આર્થિક સઘ્ધરતા જોવામાં આવે તો 21 નગરસેવકો કરોડપતિની હરોળમાં છે જેમાં વોર્ડ 2: સીતાબેન હુંબલ, જયેશભાઇ અગેચણીયા, વોર્ડ 3: રમાબેન બોપલીયા, જીગ્નેશ કૈલા, ભુપેન્દ્રભાઈ જારીયા, વોર્ડ 4: પૂનમબેન અગેચણીયા, વોર્ડ 5: મેઘરાજસિંહ ઝાલા, વોર્ડ 6: કેયુરકુમાર પંડ્યા, પુષ્પા વાળા, વોર્ડ 7: જયેશભાઈ દેસાઈ, વોર્ડ 8: કુંદનબેન માકાસણા, મહેન્દ્રભાઈ સવસાણી, વોર્ડ 9: ભગવતીબેન કુંડારીયા, નુતનબેન વિડજા
વોર્ડ 10: ગણેશભાઈ ડાભી, વોર્ડ 11: કાસુંદ્રા ગોપાલભાઈ, રવિન્દ્રભાઈ સનાવડા, વોર્ડ 12: રિષિપકુમાર કૈલા, બ્રિજેશ કુંભરવાડીયા, મેઘાબેન પોપટ, વોર્ડ 13: ભાવિકકુમાર જારીયા કરોડપતિ છે. જયારે લખપતિ નગરસેવકોની સંખ્યા કુલ 27 છે જેમની કુલ સંપત્તિ 1 લાખથી લઈને 99 લાખ રૂપિયા સુધીની છે, જયારે ઉત્તમ સુરાણી અને ગૌતમ પરમાર જેવા નગરસેવકો પાસે સ્થાવર મિલ્કત કે, દાગીના ન હોવાનું સોંગદનામા મુજબ જાહેર કરાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments