મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તા. 1 મે 2026, શુક્રવારના રોજ વિવિધ કૃષિ પેદાશોના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે આજે નોંધાયેલા પ્રતિ 20 કિલોના ઊંચા ભાવમાં કપાસ રૂ. 1800, ઘઉં રૂ. 512, તલ રૂ. 1950, મગફળી રૂ. 1460, જીરું રૂ. 3904, સુવાદાણા રૂ. 1475, મેથી રૂ. 1335, તુવેર રૂ. 1425, રાયડો રૂ. 1232, ચણા રૂ. 1070, એરંડા રૂ. 1260, જુવાર રૂ. 948 અને બાજરો રૂ. 550 સુધી નોંધાયા છે. જીરું અને તલ જેવા મસાલા પાકોમાં ખાસ કરીને ઊંચા ભાવ જોવા મળ્યા છે.
શાકભાજી વિભાગમાં પણ ભાવમાં હલચલ જોવા મળી હતી, જેમાં લીલા મરચાં રૂ. 800, રીંગણા રૂ. 320, કારેલા રૂ. 640, ગુવાર રૂ. 500, ભીંડો રૂ. 460, ટમેટા રૂ. 640, કોબીજ રૂ. 200, કાકડી રૂ. 240, દુધી રૂ. 200 અને સુકી ડુંગળી રૂ. 270 નોંધાઈ છે. ખાસ કરીને લીંબુના ભાવ રૂ. 3300 સુધી પહોંચતા બજારમાં ઉંચો ઉછાળો જોવા મળ્યો છે. આજે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની સારી આવક નોંધાઈ હતી. જેમાં 1220 ક્વિન્ટલ ઘઉં, 25 ક્વિન્ટલ કપાસ, 76 ક્વિન્ટલ જીરું, 45 ક્વિન્ટલ એરંડા, 88 ક્વિન્ટલ ચણા, 65 ક્વિન્ટલ તુવેર અને 33 ક્વિન્ટલ રાયડાની આવક સહિત અન્ય પાકો અને શાકભાજીનો જથ્થો બજારમાં આવ્યો હતો.









