Friday, May 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવનાળિયા ગામમાં કાકાએ ભત્રીજાની છરીના ઘા મારી હત્યા, ગાળો બોલવા મુદ્દે ઝઘડો...

વનાળિયા ગામમાં કાકાએ ભત્રીજાની છરીના ઘા મારી હત્યા, ગાળો બોલવા મુદ્દે ઝઘડો બન્યો જીવલેણ

મોરબી નજીકના વનાળિયા ગામમાં નિશાળ વાળી શેરીમાં એક ચોંકાવનારો હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગાળો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં કૌટુંબિક કાકાએ પોતાના જ ભત્રીજાને પેટના ભાગે છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો છે. પોલીસે આ કેસમાં આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, વનાળિયા ગામની નિશાળ વાળી શેરીમાં ગાળો બોલવા બાબતે મહેશ ગોવર્ધન રાઠોડ તેના કૌટુંબિક કાકા સુરેશ કાનજી રાઠોડ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કાકા સુરેશ કાનજી રાઠોડે ગુસ્સામાં આવીને પોતાના ભત્રીજા મહેશના પેટમાં છરીના ઘા ઝીંકી દીધા હતા. આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મહેશ ગોવર્ધન રાઠોડનું કરુણ મોત નીપજ્યું હતું. હત્યાની આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments