Monday, May 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો

મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો

મોરબીના સારસ્વત સન્માન સમારોહમાં શ્રુતલેખન સ્પર્ધા યોજાઈ

મોરબી જિલ્લામાં મહામહિમ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા સન્માનિત 20 જેટલા શ્રેષ્ઠ શિક્ષકો તેમજ જેમના પુસ્તકો સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયા છે એવા કવિ લેખકોના સન્માનનો કાર્યક્રમ કોમનમેન ફાઉન્ડેશન દ્વારા અત્રેના સ્વામિનારાયણ સંસ્કાર ધામ ખાતે યોજાઈ ગયો,કાર્યક્રમની શરૂઆત શાબ્દીક સ્વાગત ભક્તિબેન કાનાણી દ્વારા કરવામાં આવ્યું
ત્યારબાદ દિપ પ્રજવલ્લન ડો. વિશાલભાઈ ભાદાણી મોટીવેશનલ સ્પીકર, શિક્ષણવીદ અને વાઈસ પ્રેસીડન્ટ લોકભારતી સણોસરા દ્વારા કરવામાં આવ્યા બાદ સરસ્વતી વંદના ડો.પ્રેયશ પંડ્યાએ સંગીતના સુરો સાથે સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી,માતૃભાષા ગુજરાતી સાથે સૌનો અનુબંધ જળવાઈ રહે અને લોકોની પોતાના જ્ઞાનની અને શ્રવણ કૌશલ્યોની ચકાસણી પણ થાય, એવા શુભાશય સાથે
શ્રુતલેખન રવિન્દ્રભાઈ ભટ્ટ પ્રિન્સિપાલ પી.જી.પટેલ કોલેજની ટીમ દ્વારા સમગ્ર આયોજન અને વ્યવસ્થાપન દ્વારા કરવામાં આવ્યું જેમાં 100 જેટલા લોકોએ ભાગ લીધો,શ્રુતલેખનના નિયમોની સમજ રાજેશભાઈ મોકાસણા શિક્ષક ઘુનડા (સ.) શાળાએ આપી,શ્રુતલેખન મનનભાઈ બુદ્ધદેવે કરાવ્યું,શ્રુતલેખન બાદ ચકાસણીનું કાર્ય શિક્ષકો દ્વારા કરવાનું શરૂ થયું અને સાથે સાથે શ્રેષ્ઠ શિક્ષકોએ પોતાની શાળામાં કરેલ વિશિષ્ટ પ્રવૃત્તિઓનું વિવરણ મનહરભાઈ સુદ્રાએ કર્યું અને
વિશાલ ભાદાણી,ડો.નિશિથ પટેલ અને ડો.સતીષ પટેલના વરદ હસ્તે શ્રી મગનભાઈ જાકાસણીયા (મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત)શ્રી પ્રેમજીભાઈ વડાવીયા (મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત) શ્રી અબ્દુલભાઈ શેરસિયા (મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત) ડો.હજીભાઈ બાદી (મૌલાના આઝાદ બેસ્ટ ટીચર એવોર્ડ) શ્રી દિનેશભાઈ વડસોલા (મહામહિમ રાજ્યપાલના વરદ હસ્તે રાજ્યના બેસ્ટ બી.આર.સી. એવોર્ડ દ્વારા સન્માનિત)
(રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક)
શ્રી કમલેશભાઈ દલસાણીયા ટીંબડી શાળા-મોરબી જીવતીબેન બચુભાઈ પીપલિયા લખધીરગઢ શાળા ટંકારા દિનેશકુમાર મોહનભાઈ ભેંસદડિયા રાજપર તાલુકા શાળા-મોરબી,પ્રવિણકુમાર શંકરભાઈ પટેલ ઘનશ્યામ ગઢ શાળા,હળવદ,અંજનાબેન અમૃતલાલ ફટાણિયા ડી.જે.પી.કન્યા વિદ્યાલય મોરબી,શૈલેષકુમાર જેઠાલાલ કાલરિયા,સીઆરસી કો.ઓ. મોરબી,જીતેન્દ્ર ઓધવજીભાઈ પાંચોટિયા વાંકાનેર હર્ષદકુમાર તરશીભાઈ પટેલ શક્ત શનાળા પ્લોટ શાળા,મોરબી
રમેશચંદ્ર અમરશીભાઈ પટેલ સ્વામિનારાયણ સંસ્કાર ધામ મોરબી,વિજયકુમાર મગનલાલ દલસાણિયા સભારા વાડી શાળા મોરબી
ધનજીભાઈ સુખાભાઈ ચાવડા પ્રિન્સિપાલ મેરૂપર શાળા હાલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હળવદ, મહમદહુસેન અલીભાઈ કડીવાર વાંકાનેર મહેશગર અમરગર ગૌસ્વામી તા.શા.નં – 1 મોરબી,ઊર્મિલા પ્રવિનચંદ્ર આસર,સંઘવી માધ્યમિક સ્કૂલ વાંકાનેર અશોકભાઈ મહાદેવભાઈ કાંજીયા નાની વાવડી કુમાર શાળા,મરબી
તેમજ કવિ લેખક જિતેન્દ્ર પટેલ,સંજય બાપોદરિયા
પ્રકાશભાઈ કુબાવત વગેરેનું સ્મૃતિ ચિહ્નન અર્પણ કરી સાલ ઓઢાડી,પુસ્તક દ્વારા અદકેરું સન્માન કરાયું,ત્યારબાદ ડૉ. હાજીભાઈ બાદી દ્વારા વિશાલ ભાદાણીનો પરિચય કરાવ્યો અને વિશાલભાઈનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન ધરતીબેન બરાસરા કર્યા બાદ કેળવણી કાર વિશાલભાઈ ભાદાણીએ પોતાની આગવી શૈલીમાં પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા સાંપ્રત શિક્ષણ વ્યવસ્થા અને આગામી શિક્ષણ વ્યવસ્થાના પડકારો,ઉકેલ વિશે વિસ્તૃત રીતે છણાવટ કરી ઉપસ્થિત સૌ શ્રોતાજનોને મંત્ર મુગ્ધ કરી દીધાં, સંબોધન બાદ વિશાલભાઈનું મોમેન્ટો દ્વારા સન્માન ડો.નિશિથ પટેલ, એ.આર.ચંદ્રાસલા,રવિન્દ્રભાઈ ભટ્ટ,ધરતીબેન બરાસરા, કાજલબેન ચંડીભ્રમર દ્વારા કરવામાં આવ્યું,અંતમાં ગુજરાતી જોડણીનું મહત્વ સમજાવતા શ્રુતલેખન પરિણામ જાહેર સંજયભાઈ બાપોદરિયાએ પ્રથમ નંબર, ડો.હજીભાઈ બાદી, દ્વિતીય નંબર, મીરાંબેન ખારેચા, તૃતીય નંબર સોનલબેન દેથરીયા, ચતૃથ નંબર પુનિતભાઈ વાંસદડીયા, પાંચમો નંબર નરશીભાઈ અંદરપા પ્રથમ પાંચ નામોની જાહેરાત કરતા ઉપસ્થિત લોકોએ તાળીઓના નાદ સાથે સૌને વધાવી લીધા અને
પ્રથમ પાંચને ડો. વિશાલભાઈ તથા ડો.સતીષ પટેલ, ડો.નિશિથ પટેલે પુસ્તકો આપી સન્માનિત કર્યા હતાં, અંતમાં
ડો.સતીષ પટેલ પ્રમુખ કોમનમેન ફાઉન્ડેશને ઋણ સ્વીકાર કર્યો અને પ્રાસંગોચિત વાત પોતાની આગવી શૈલીમાં કરી હતી અંતમાં સૌ સ્વરૂચી ભોજન લઈ,સુંદર કાર્યક્રમની યાદો હૃદયમાં સંઘરી સૌ છુટા પડ્યા,
સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલા અને મનહરભાઈ સુદ્રાએ કર્યું હતું કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપનમાં એ.આર.ચંદ્રાસલા, રવીન્દ્રભાઈ ભટ્ટ તેમજ પી.જી. પટેલ કોલેજની ટીમ ધરતીબેન બરાસરા,ભક્તિબેન કાનાણી વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments