Monday, May 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiધોરણ ૧૨ના પરિણામોમાં હળવદ તક્ષશિલા સંકુલનો દબદબો, ૧૦૦ ટકા પરિણામ સાથે નોંધાવ્યો...

ધોરણ ૧૨ના પરિણામોમાં હળવદ તક્ષશિલા સંકુલનો દબદબો, ૧૦૦ ટકા પરિણામ સાથે નોંધાવ્યો ગૌરવપૂર્ણ ઇતિહાસ

હળવદ : તાજેતરમાં જાહેર થયેલા ધોરણ ૧૨ના બોર્ડ પરિણામોમાં તક્ષશિલા સંકુલે શાનદાર પ્રદર્શન કરીને શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ફરી એકવાર સાબિત કરી છે. સંકુલના વિજ્ઞાન તેમજ સામાન્ય – બન્ને પ્રવાહમાં ૧૦૦ ટકા પરિણામ નોંધાતા સમગ્ર વિસ્તારમા ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. આ પરિણામોમાં તક્ષશિલા શાળાના વિદ્યાર્થી સિદ્ધિ મગનભાઈ અને હિરેન જયસુખભાઈએ A1 ગ્રેડ મેળવી સંસ્થાનો ડંકો વગાડ્યો છે. તેમની આ સિદ્ધિ પાછળ તેમની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનનો મોટો ફાળો રહ્યો છે.

વિજ્ઞાન પ્રવાહમાં અર્પિતા હર્ષદભાઈ અને વેદ નરેશભાઈએ અનુક્રમે A અને B ગ્રુપમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરી પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન કર્યું છે. તેમની સિદ્ધિએ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ દાખલો પૂરું પાડ્યો છે. તે ઉપરાંત સુમિત મુકેશભાઈ, કુલદીપ જગદીશભાઈ અને કવન હિતેશભાઈએ પણ ટોપ ફાઈવમાં સ્થાન મેળવી સંસ્થાનું નામ ગૌરવ સાથે ઉજ્જવળ બનાવ્યું છે. આ ભવ્ય સફળતા બદલ સંસ્થાના સંચાલકો અને શિક્ષકમંડળ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

મયુર રાવલ હળવદ

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments