Wednesday, May 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં શ્રમ કાયદાઓના ઉલ્લંઘન અને શ્રમિકોના શોષણ મામલે ભારતીય મઝદુર સંઘ દ્વારા...

મોરબીમાં શ્રમ કાયદાઓના ઉલ્લંઘન અને શ્રમિકોના શોષણ મામલે ભારતીય મઝદુર સંઘ દ્વારા આવેદન

મોરબી : ભારતીય મઝદુર સંઘ મોરબી દ્વારા કલેક્ટર મારફત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનમાં શ્રમ કાયદાઓની વિવિધ કલમોના ઉલ્લંઘન અને કોન્ટ્રાક્ટ (ઠેકા) શ્રમિકોના થઈ રહેલા શોષણ અંગે રજૂઆત કરવામાં આવી છે.

ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની દયનીય સ્થિતિ

આવેદનપત્રમાં જણાવાયું છે કે, ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં શ્રમ કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. દેશમાં નોઈડા અને સુરતના હજીરા ખાતે બનેલી ઘટનાઓ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની શોષણયુક્ત અને દયનીય સ્થિતિનો ચિતાર આપે છે. હાલમાં શ્રમિકો 8 કલાકના બદલે 10 થી 12 કલાક કામ કરે છે, છતાં તેમને પૂરતું વેતન મળતું નથી. માલિકો પોતાની મનમાની ચલાવીને કામદારોને નોકરીમાંથી કાઢી મૂકે છે. આ ઉપરાંત, PF, ESIC, બોનસ અને ગ્રેજ્યુટી જેવા કાયદાઓનો અમલ થતો નથી અને પીવાનું પાણી તેમજ સુરક્ષા માટેના પ્રાથમિક ઉપકરણો જેવી સામાન્ય સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે. કામદારોને ઓવરટાઇમના દરની ચૂકવણી કરવામાં આવતી નથી અને અકસ્માત કે બીમારી સમયે કોઈ સુવિધા મળતી નથી.

ભારતીય મઝદુર સંઘની મુખ્ય માંગણીઓ

તારીખ 01-04-2026 થી દેશ અને રાજ્યમાં નવા શ્રમ કાનૂનો અમલમાં આવ્યા છે. આ સંદર્ભે કામદારોમાં પ્રવર્તતી અજંપાભરી પરિસ્થિતિનું નિરાકરણ લાવવા નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે:

01-04-2026 થી અમલમાં આવેલા 4 શ્રમ કાનૂનોના જરૂરી કાયદાકીય પ્રાવધાનોનો તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવે.

શ્રમ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે જેથી શ્રમિકોને ઝડપથી ન્યાય મળી શકે.

શ્રમિકોને લગતી સંબંધિત સમિતિઓનું તાત્કાલિક પુનર્ગઠન કરી તેમને કાર્યરત કરવામાં આવે.

સમાન કામ માટે સમાન વેતન આપવામાં આવે.

દરેક કામદાર માટે લઘુત્તમ વેતન, PF, ESIC, બોનસ અને ગ્રેજ્યુટીની ચૂકવણી ફરજિયાત કરવામાં આવે.

ઓવરટાઇમની ચૂકવણી ડબલ દરે કરવામાં આવે.

કામદારોની ઔદ્યોગિક સલામતીને લગતા તમામ કાયદાઓનો માલિકો પાસેથી ચુસ્તપણે અમલ કરાવવામાં આવે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments