મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા મોરબી શહેરને લાઈટોથી પ્રકાશિત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઇટ સાથે નવા પોલ સ્થાપિત કરવાની તથા હાઈ માસ્ટ લાઇટ સ્થાપિત કરવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે.
આ ઉપરાંત, ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા મોરબી શહેરના મહેન્દ્ર નગર થી પીપળી રોડ હદ વિસ્તાર સુધી સ્ટ્રીટ લાઇટ સાથે નવા પોલ સ્થાપિત કરવાનું કામ પૂર્ણ થયેલ છે અને નવલખી રોડ થી શ્રદ્ધા પાર્ક સુધી સ્ટ્રીટ લાઇટ સાથે નવા પોલ સ્થાપિત કરવાનું કામ હાલ પ્રગતિમાં છે તથા મોરબી શહેરના કુલ 12 સ્થળોએ હાઈ માસ્ટ લાઇટ સ્થાપિત કરવાની પ્રક્રિયા હેઠળ ત્રાજપર ચોકડી, કલેક્ટર ઓફિસ રોડ, અરુણોદય સર્કલ, ખોડીયાર માતાના મંદિર પાસે દરબારગઢ, શિવાજી ચોક (જેલ રોડ), સરદાર સ્ટેચ્યુ (એસડીએમ બંગલા પાસે) સહિતના સ્થળોએ કામ ચાલુ કરવામાં આવ્યું છેઆ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી મોરબી શહેરને વધુ આકર્ષક અને પ્રકાશિત બનાવવામાં આવશે. આગામી સમયમાં મોરબી શહેરમાં લાઈટોને લગતી તમામ સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવામાં આવશે અને શહેરની લાઈટિંગ સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવશે.









