Monday, May 11, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબીના RU AUTO ONER ના આસિફભાઈ ખોરમનો જન્મદિવસ સેવા અને માનવતાની અનોખી...

મોરબીના RU AUTO ONER ના આસિફભાઈ ખોરમનો જન્મદિવસ સેવા અને માનવતાની અનોખી ઉજવણી સાથે ઉજવાયો

મોરબી શહેરના જાણીતા RU AUTO ONER એવા આસિફભાઈ ખોરમનો આજ રોજ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓનો ધોધ વહ્યો હતો. જન્મદિવસને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખતા આસિફભાઈ ખોરમે માનવતાનો ઉત્તમ સંદેશ આપતા બ્લડ ડોનેશન કરીને પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમના આ સેવાભાવી કાર્યને લઈને મિત્રવર્તુળ તેમજ સમાજના લોકો દ્વારા પ્રશંસા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આસિફભાઈ ખોરમે યુવાનોને પણ માનવ સેવા માટે આગળ આવવા અને જરૂરિયાતમંદોની મદદરૂપ બનવા પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. “રક્તદાન એ મહાદાન” ના સંદેશ સાથે તેમણે સમાજમાં સકારાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જન્મદિવસ નિમિત્તે આસિફભાઈ ખોરમને તેમના પપ્પા-મમ્મી, પરિવારજનો, સગા-સંબંધીઓ તેમજ મિત્રવર્તુળ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સૌએ તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને જીવનમાં સતત પ્રગતિ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
મોરબી શહેરમાં આસિફભાઈ ખોરમનો સેવાભાવી સ્વભાવ અને સમાજ પ્રત્યેની લાગણી હંમેશા લોકો માટે પ્રેરણારૂપ બની રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments