Friday, May 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસાંસદ ડે – નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 11માં દિવસે 24 ટીમોએ ભાગ લીધો:સાંસદશ્રી...

સાંસદ ડે – નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 11માં દિવસે 24 ટીમોએ ભાગ લીધો:સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા

ભુજ શહેર ના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે
નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – 4 ના 11 માં દિવસે મીરઝાપર અને જ્યુબિલી ખાતે મેચો રમાઈ રહી
છે. કચ્છ સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને ખેલ રસિકો ઉપસ્થિત રહી
તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી
સંખ્યામાં ઉપસ્થિત રહે છે. 400 થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ – મોરબી માળીયા ની ટીમો આ
સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા છે.

આ સાથે તારીખ 13/05/2026 ના અગિયારમા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ
મેચ “એરફોર્સ વોરિયર્સભુજ” અને ”દોસ્તી ઇલેવન લોહારિયા” વચ્ચે રમાઇ બીજી મેચ “જુનિયર ફાઇટર ભુજ” અને “
પત્રકાર B ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ, ત્રીજી મેચ “હરસિધ્ધિ માં ઇલેવન ઝુરા અને “નાઈટ ઇગલ ઇલેવન” વચ્ચે રમાઇ
હતી. ચોથી મેચ “જિયાશ ઇલેવન ઝુરા” અને “આશાપુરા ઇલેવન રામાણીયા વચ્ચે રમાઇ, પાંચમી મેચ “DC હોમગાર્ડ
ઇલેવન ભુજ” અને “ગોપાલબાપા ઇલેવન વેશલપર” વચ્ચે રમાઇ, છઠ્ઠી મેચ “હોમગાર્ડ ઇલેવન ભુજ” અને “ ફોરેસ્ટ
ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન ખેલાડીઓને
પ્રોત્સાહન આપવા સર્વશ્રી જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments