Friday, May 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં 31 મેએ ઓપન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન

મોરબીમાં 31 મેએ ઓપન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન

મોરબીના ટેબલ ટેનિસ ખેલાડીઓ માટે પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરવા એક શાનદાર તક ઊભી થઈ છે. આગામી 31 મે 2026 ના રોજ મોરબીમાં ઓપન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના તમામ રમતવીરો ભાગ લઈ શકશે. આ ટૂર્નામેન્ટમાં તમામ ખેલાડીઓને વધુમાં વધુ મેચ રમવા મળે અને પ્રોફેશનલ ટૂર્નામેન્ટનો બહોળો અનુભવ મળે તે હેતુથી લીગ પ્લસ નોકઆઉટ ફોર્મેટ (ઓપન સિંગલ્સ) રાખવામાં આવ્યું છે. આ સ્પર્ધા વસંત પ્લોટમાં ચકિયા હનુમાન સામે આવેલા કૃષ્ણા ચેમ્બરના 2nd Floor પર સવારે 8 વાગ્યાથી શરૂ થશે. ખેલાડીઓને પ્રોફેશનલ ટૂર્નામેન્ટ જેવું જ વાતાવરણ પૂરું પાડવામાં આવશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે એન્ટ્રી ફી માત્ર 50 રૂપિયા રાખવામાં આવી છે. સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા ખેલાડીઓને આકર્ષક કેશ પ્રાઈઝ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટ તમામ ખેલાડીઓ માટે ખુલ્લી છે, પરંતુ મર્યાદિત એન્ટ્રીઓ જ લેવાની હોવાથી રસ ધરાવતા ખેલાડીઓએ વહેલી તકે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ખેલાડીઓએ રજિસ્ટ્રેશન માટે આયોજક મિહિર (9979021107) અથવા વિસ્મય (9904920468) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments