Friday, May 15, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedઅખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં મોરબીના જયવંતસિંહ જાડેજાની પ્રદેશ મંત્રી તરીકે વરણી

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં મોરબીના જયવંતસિંહ જાડેજાની પ્રદેશ મંત્રી તરીકે વરણી

મોરબી : સોમનાથ પ્રભાસ પાટણ ખાતે ગત તા. 10 અને 11 મે 2026 ના રોજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની પ્રદેશ કાર્યકર્તા ઘડતર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગુજરાતના 17 જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોરબી જિલ્લા પ્રમુખની પ્રદેશ મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે.

શિબિર દરમિયાન પ્રદેશ કોર કમિટીની અનુમતિથી સંગઠનલક્ષી ફેરફાર અને બઢતી આપવામાં આવી હતી. જેમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લા પ્રમુખ જયવંતસિંહ જાડેજાની સક્રિયતા અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાને ધ્યાને રાખી તેમને હવે પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બદલ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ નટુભા જાડેજા દ્વારા જયવંતસિંહ જાડેજાને ફૂલહાર પહેરાવીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સમાજના વિવિધ શ્રેષ્ઠીઓ દ્વારા તેમને આ નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments