મીરઝાપર ગ્રાઉન્ડ ખાતે અગીયારમાં દિવસ અને જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે તેરમા દિવસ ની મેચ તારીખ 15/05/2026 ઉત્સાહ અને રોમાંચ માટે દરેક મેચોનું લાઇવ દર્શન સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા
ભુજ શહેર ના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન– 4 ના 11માં દિવસે મીરઝાપર અને 13 માં દિવસે જ્યુબિલી ખાતે મેચો રમાઈ રહી છે. કચ્છ સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. 400 થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ – મોરબી માળીયા ની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા છે.
આ સાથે તારીખ15/05/2026 નાતેરમાદિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતીક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “FCLઇલેવન ભુજ”અને ”મોરનીંગ મામા A”વચ્ચે રમાઇ જેમાં ”મોરનીંગ મામા A” ની ટીમ વિજેતા થઈ બીજી મેચ “મારવાડી ઇલેવન ભુજ”અને “નબીલઇલેવનભુજ”વચ્ચે રમાઇ, જેમાં નબીલ ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ “મોંમાયઇલેવનવડવાઅને “દોસ્તી સ્ટારઇલેવન”વચ્ચે રમાઇ હતી જેમાં મોંમાય ઇલેવન વડવાટીમ ની જીત થઈ ચોથી મેચ “મોર્નિંગ મામા ઇલેવન Bભુજ”અને“NBઇલેવન રાપરવચ્ચે રમાઇ, જેમાં NB ઇલેવન રાપરની જીત થઈ પાંચમી મેચ “એકતાઇલેવનધાણેટી” અને “જય ભીમ ઇલેવનકોડકી” વચ્ચે રમાઇ, જેમાં એકતા ઇલેવન ધાણેટી ની ટીમ વિજેતા થઈ જયારે છઠ્ઠી મેચ“માહીનુર ઇલેવન રાપર” અને “જી. કે. જનરલ હોસ્પિટલઇલેવન ભુજ” વચ્ચે રમાઇ જેમાં “માહીનુર ઇલેવન રાપર” ટીમ વિજેતા થઈ હતી. આ સાથે મીરજાપર ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં તારીખ 15/05/2026 ના અગિયારમા દિવસની પ્રથમ મેચ “મીરઝાપર ઇલેવન” અને ”યંગસ્ટાર ઇલેવન” વચ્ચે રમાઇ, બીજી મેચ “બડીયા બ્રધર્સ ઇલેવન” અને “જલારામ વોરિયર્સ ઇલેવન” વચ્ચે રમાઇ, ત્રીજી મેચ “સાક્ષી ઇલેવન ભુજ” અને “માં આશાપુરા ઇલેવન મોડસર” વચ્ચે રમાઇ હતી. ચોથી મેચ “ગજાનંદ મંડપ ઇલેવન” અને “કાદરી ઇલેવન આદિપુર” વચ્ચે રમાઇ, પાંચમી મેચ “એકતા ઇલેવન ઢોરી” અને “બાદશાહ ઇલેવન રેલડી” વચ્ચે રમાઇ છઠ્ઠી મેચ “લખીયારજી ઇલેવન પુનડી” અને “નુર ઇલેવન નાગીયારી” વચ્ચે રમાઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સર્વશ્રી જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહનઆપતા રહે છે.











