મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહારાણા પ્રતાપ સર્કલ પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) મહમદભાઇ ફરહાનભાઇ પીલુડીયા રહે. વીશીપરા બીલાલી મસ્જીદ પાછળ (૨) હસનભાઇ હનીફભાઇ કુરેશી રહે. સીરામીક સીટી પાસે લાલપર રોડ (૩) અહેમદભાઇ દાઉદભાઇ હોકાવાડા, રહે. વીશીપરા (૪) દક્ષકભાઇ રમેશભાઇ બાવરવા, રહે. સાત હનુમાન સોસાયટી લીલાપર રોડ અને (૫) શાહરૂખભાઇ હનીફભાઇ ચાનીયા, રહે. સો-ઓરડી વાળાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2650 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.










