દરિયાદીલ ખેલાડીઓ પ્રેક્ષકો ના દિલ જીતે છે. દરરોજ 12 મેચો 24 ટીમ સાથે રમાય છે.
સોળમા દિવસ ની મેચ તારીખ 19/05/2026 ઉત્સાહ અને રોમાંચ માટે દરેક મેચોનું લાઇવ દર્શન સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા
ભુજ શહેર ના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – 4 ના 16માં દિવસે જ્યુબિલી ગાઉન્ડ અને 14માં દિવસે મીરઝાપર ખાતે મેચો રમાઈ રહી છે. કચ્છ સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. 400 થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ – મોરબી માળીયા ની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઇ રહ્યા છે.
આ સાથે તારીખ 19/05/2026 ના 16મા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “kachch kilar ઇલેવન” અને “નુર ઇલેવન હબાય″ વચ્ચે રમાઇ જેમાં “કચ્છ કીલર ઇલેવન” ની ટીમ વિજેતા થઈ બીજી મેચ “રિયાન્સ ઇલેવન ભુજ” અને “અનિલ ઇલેવન ભુજ″ વચ્ચે રમાઇ, જેમાં રીયાન્સ ઇલેવન ભુજ ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ “થરાવડા B ઇલેવન અને “કૌશિક કન્સ્ટ્રક્શન ઇલેવન માધાપર″ વચ્ચે રમાઇ હતી જેમાં “કૌશિક કન્સ્ટ્રક્શન ઇલેવન માધાપર″ ની જીત થઈ ચોથી મેચ “MFC ઇલેવન ભુજ” અને “લેવા પટેલ હોસ્પિટલ ભુજ વચ્ચે રમાઇ, જેમાં MFC ઇલેવન ભુજની જીત થઈ પાંચમી મેચ “જય ભુતનાથ ઇલેવન” અને “એકતા ઇલેવન મોરગર” વચ્ચે રમાઇ, જેમાં જય ભુતનાથ ઇલેવન ની ટીમ વિજેતા થઇ જયારે છઠ્ઠી મેચ “MD કલ્બ ઇલેવન અંજાર” અને “lucky ઇલેવન ભુજ″ વચ્ચે રમાઇ જેમાં “MD કલ્બ ઇલેવન અંજાર″ ટીમ વિજેતા થઈ હતી.
મીરઝાપર ગ્રાઉન્ડ ખાતે 14 માં દિવસે એકતા ઇલેવન અને કપિલ ઇલેવન વચ્ચે રમાઈ બીજી ટીમ સ્કુટી ઇલવેન અને રમેશ ઇલેવન વચ્ચે રમાઈ, ત્રીજી મેચ રામાધણી ઇલેવન અને મોંમાઈ ઇલેવન કચચે રમાઈ, ચોથી મેચ લખુરાઇ અને ભુદેવ ઇલેવન વચ્ચે રમાઈ અને પાંચમી મેચ કમાગુના ઇલેવન અને જામડકૃપા ઇલેવન વચ્ચે રમાઈ જયારે છઠ્ઠી મેચ નૌયન ઇલેવન અને મોંમાઈ ઇલેવન પરજવ વચ્ચે રમાઈ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આ૫વા સર્વશ્રી જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.











