Thursday, May 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બાળકો માટે નિઃશુલ્ક સમર કેમ્પ, નિવૃત્ત આર્મી ઓફિસરની અનોખી પહેલ

મોરબીમાં બાળકો માટે નિઃશુલ્ક સમર કેમ્પ, નિવૃત્ત આર્મી ઓફિસરની અનોખી પહેલ

મોરબી : ઉનાળુ વેકેશનમાં બાળકો મોબાઈલ અને ટીવીથી દૂર રહીને શારીરિક અને માનસિક રીતે સશક્ત બને તે હેતુથી મોરબીમાં એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં નિવૃત્ત આર્મી ઓફિસર સહદેવસિંહ પી. ઝાલા દ્વારા બાળકો માટે 1 મહિનાના નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોની ફિટનેસ, આત્મવિશ્વાસ અને શિસ્ત વધારવાની સાથે વિવિધ રમત-ગમત અને મનોરંજન પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.

આ કેમ્પમાં 9 થી 14 વર્ષની વયના દીકરા-દીકરીઓ બંને ભાગ લઈ શકશે. કેમ્પમાં શારીરિક તાલીમ, વિવિધ રમતો, ટીમ વર્ક પ્રવૃત્તિઓ, શિસ્ત અને પ્રેરણાત્મક માર્ગદર્શન તેમજ મનોરંજન સાથે શીખવાની તક પૂરી પાડવામાં આવશે. દર અઠવાડિયે ઉંમર પ્રમાણે ટીમ વર્ક ગેમ તેમજ સેલ્ફ પરફોર્મન્સ ટેસ્ટ લેવામાં આવશે, જેમાં પ્રથમ 3 ક્રમે આવનારને યોગ્ય ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

નોંધનીય છે કે, આ સમર કેમ્પના આયોજનનો સંપૂર્ણ ખર્ચ કોચ જાતે જ ઉઠાવી રહ્યા છે. તેમ છતાં જો કોઈ નાગરિક બાળકોના પ્રોત્સાહન માટે ઈનામ કે દાન આપવા ઈચ્છતું હોય તો તેનો સ્વીકાર કરવામાં આવશે. આ ઉપરાંત, હાલ છેલ્લા 1 મહિનાથી આવનારી ફોરેસ્ટની ભરતી તેમજ ફિટનેસ માટે બહેનોની ટ્રેનિંગ પણ ચાલુ જ છે. કોઈપણ ઉંમરના બહેનો ફિટનેસ માટે કે અન્ય ફોર્સની તૈયારી કરવા ઈચ્છતા હોય તેઓ પણ આ ગ્રાઉન્ડ પર આવી શકે છે.

આ કેમ્પ આગામી 24/05/2026 થી શરૂ થશે. જેનો સમય સવારે 5:45 થી 7:30 વાગ્યા સુધીનો રહેશે. કેમ્પ મોરબીમાં સામા કાંઠે આવેલા એલ. ઈ. ગ્રાઉન્ડ ખાતે યોજાશે. રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 23/05/2026 છે. જેથી વહેલી તકે નોંધણી કરાવી બાળકોને આ અનોખા કેમ્પનો ભાગ બનાવવા અને વધુ માહિતી માટે મોબાઈલ નંબર 8875711843 પર સંપર્ક કરવા જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments