Thursday, May 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજીવન ધડતર સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન દીકરીઓમાં કરવું ખૂબ જરૂરી :...

જીવન ધડતર સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન દીકરીઓમાં કરવું ખૂબ જરૂરી : વક્તાઓએ પથ દર્શન કરાવ્યું

હાલના આધુનિક યુગમાં મહિલાઓ સશક્ત થઈ છે દીકરીઓને સરપંચ થી રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચી છે ત્યારે યુવતીઓ અને મહિલાઓને ઘણા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને યુવતીઓને લોભામણી વાતો કરી લોભામણા ગિફ્ટ આપીને ફસાવવામાં આવતી હોવાના બનાવો પણ બની રહ્યા છે ત્યારે મોરબીના જાગૃતિ મહિલાઓ દ્વારા યુવતીઓ અને સમાજને જાગૃત કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

મોરબીના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ, શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ અને ઉમા સંસ્કાર ધામ મહિલા ગ્રુપ દ્વારા બે દિવસીય “સંસ્કારી સ્ત્રી – સુસંસ્કૃત સમાજ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જે કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં દીકરીઓ સાથે થતા અન્યાય, યુવતીઓને લોભામણી સ્કીમ આપી ફસાવાના પ્રયાસ, દીકરીઓ સંસ્કૃતિ તરફ વળે સંસ્કૃતિ શું છે તે સમજે તેવા ઉત્તમ ઉદ્દેશ સાથે કાર્યક્રમનું આયજન કરવામાં આવ્યું હતું.આ કાર્યકમમાં સંસ્કારનું સિંચન કરવા માટે પ્રેરક વક્તા તરીકે અંકિતાબેન મુલાણી અને બ્રહ્માકુમારી ડો. દામિની દીદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તો શ્રોતાજનો જેમકે મહિલાઓ અને દીકરીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને સમાજના શ્રેષ્ઠીઓએ પણ કાર્યક્રમને દીપાવ્યો હતો.

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત પ્રેરક વક્તા અંકિતાબેન મુલાણી એ દીકરીઓને સંદેશો આપતા જણાવ્યું હતું માતા પિતા જે પણ કહે તે વાત સમજી ને કહેતા હોય છે તેમજ સંતાનો માટે હંમેશા સારું જ કરે છે.દીકરીઓએ અંગ્રેજ શાસન દરમિયાન ક્રૂર અંગ્રેજોને પણ ધૂળ ચટાવીને સમાજમાં જાગૃતિ લાવી હતી તો પિતા ની લાજ રાખવા માટે દીકરીઓએ ડાકુ અને બહારવટિયાઓંને પણ મોત ને ઘાટ ઉતારી દીધા હતા.હાલમાં દીકરીઓ પિતાનું સન્માન જાળવી નથી શકતી અને ક્ષણભરમાં ગિફ્ટ અને વાતો થી મોહિત થઈ પોતાનું જીવન બરબાદ કરી નાખે છે બાદમાં હકીકત સામે આવતા મરણોપત થવું પડે છે ત્યારે દીકરીઓ જાગૃત બની પોતાના અમૂલ્ય જીવન અંગે વિચાર કરી માતા પિતા ના સંસ્કારોનું સિંચન કરવું જરૂરી છે. પિતાનું ખરાબ બોલનારાઓને દીકરીઓએ જડબાતોડ જવાબ આપવો જોઈએ અને માતા પિતા જ્યાં કહે ત્યાં જ લગ્ન પણ કરવા જોઈને નહીં કે ફિલ્મી દેખાતા છોકરાઓ પાછળ દોડીને જીવન બરબાદ કરવું જોઈએ..

તેમજ બ્રહ્માકુમારી ડો દામિની દીદી એ આધ્યાત્મ ની જીવનમાં મહત્વ સમજાવતા જણાવ્યું હતુંકે ઘરના સંસ્કાર કદી ના ભૂલવા જોઈએ. આપણી સંસ્કૃતિ આપણને ખુમારી સાથે જીવતા શીખવે છે.એક દીવો પ્રકાશ ફેલાવે છે તેમ જ દીકરી પણ ઘરનો દીવો છે એ દીવો કોઈ ઓલવાનો પ્રયાસ કરે તો જ્વાળા બની દૂષણોને નાશ કરવો જરૂરી છે.હાલના આધુનિક યુગમાં વિચિત્ર દેખાતા લોકોને આપણે રાક્ષસ કહેતા હતા પણ અત્યારે માણસો બધા સરખા દેખાય છે પણ અંદર ના રાક્ષસ ને ઓળખવા જરૂરી છે.અણધાર્યા પગલા થી માતા પિતા સમાજ સામે શર્મશાર થાય છે છતાં પણ રાક્ષસ સામે લડત લડી દીકરીનું જીવન બચાવવાનો પ્રયાસ કરે છે.પરમ પુરુષોતમ ભગવાન વિષ્ણુ છે તો માતા પિતાને પણ વિનંતી કરી હતી કે દીકરીઓને ધર્મ અને સંસ્કૃતિ વિશે નાનપણ થી જ સમાજ આપવી અને હિંમતભેર સમસ્યાઓનો સામનો કરવા સંસ્કાર પુરા પાડવા માટે આહવાન કર્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments