મોરબી : મોરબી મનપાના નવા મ્યુનિસિપલ કમિશનર સંગીતાબેન રૈયાણી સમક્ષ વોડઁ નંબર ૯ના કોપોઁરેટર ભગવતીબેન કુંડારીયાએ તેમના વિસ્તારોમાં વિવિધ વિકાસ કાર્યો કરવાની રજુઆત કરી હતી. જેમાં મોરબી મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે સંગીતાબેન રૈયાણીની તાજેતરમાં નિમણૂક કરવામાં આવી છે..પ્રજાના પ્રશ્ને હકરાત્મક વલણ દાખવતા આ નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનરની આજે વોડઁ નંબર ૯ ના કોપોઁરેટર શ્રીમતી ભગવતીબેન કુંડારીયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમના વિસ્તારના વિકાસ કાર્યો અને વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટેના પ્લાનીંગ કરવા ઉંડાણભરી ચચાઁ કરી હતી.












