Saturday, May 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં મનપાના નવનિયુક્ત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુબિયાનું અદકેરું સન્માન

મોરબીમાં મનપાના નવનિયુક્ત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુબિયાનું અદકેરું સન્માન

પ્રતિષ્ઠિત અન્ટિલા હિલ્સ એપાર્ટમેન્ટ પરિવાર દ્વારા જયંતીભાઈ પડસુબિયાનો દબદબાભેર સન્માન સમારોહ યોજાયો

મોરબી : મોરબીના પ્રતિષ્ઠિત અન્ટિલા હિલ્સ એપાર્ટમેન્ટ પરિવાર દ્વારા મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુબિયાના ભવ્યાતિભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપે તમામ 52 બેઠકો ઉપર ઐતિહાસિક જીત મેળવ્યા બાદ તાજેતરમાં મનપાના હોદેદારોની ભાજપ મોવડી મંડળ દ્વારા નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં પ્રજાના પ્રશ્નોને સતત વાચા આપીને ભારે લોકમતથી વિજેતા થયેલા ભાજપના કોર્પોરેટર જયંતીભાઈ પડસુબિયાની મનપાના પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. જે બદલ પ્રતિષ્ઠિત અન્ટિલા હિલ્સ એપાર્ટમેન્ટ પરિવાર દ્વારા જયંતીભાઈ પડસુબિયાનો દબદબાભેર સન્માન સમારોહ યોજાયો હતો અને પ્રતિષ્ઠિત અન્ટિલા હિલ્સ એપાર્ટમેન્ટ પરિવાર દ્વારા જયંતીભાઈ પડસુબિયાનું ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જયંતીભાઈ પડસુબિયાએ શહેરના સર્વાગી વિકાસ માટે એડીચોટીનું જોર લગાવવાની હૈયાધારણા આપી હતી. આ કાર્યક્રમમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments