મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં નવનિયુક્ત મનપા ના પદાધિકારીઓએ પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કરી ધન્યતા અનુભવી. વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ ખાતે મોરબી મહાનગર પાલીકા ના નવનિયુક્ત મેયર શ્રી ઉતમભાઈ સુરાણી, ડે.મેયર શ્રી ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી જયંતિભાઈ પડસુંબિયા સહીતના મોરબી મહાનગર પાલીકા ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત પદાધિકારીઓ દ્વારા પૂ.જલારામ બાપા ની આરતી ઉતારી પૂ.જલારામ બાપા ના ચરણો માં શીશ ઝુકાવી પૂ.જલારામ બાપા ની આરાધના કરી હતી, તે ઉપરાંત મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં નવનિયુક્ત પદાધિકારીઓ દ્વારા પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કરી ધન્યતા અનુભવી હતી. મોરબી જલારામ ધામ ના અગ્રણીઓ દ્વારા નવનિયુક્ત મેયરશ્રી, ડે.મેયરશ્રી તથા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી નું અભિવાદન કરવામાં આવ્યુ હતુ. આ તકે મોરબી મહાનગરપાલીકા વોર્ડ નં-૭ ના કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, જયેશભાઈ દેસાઈ (દંડક-મોરબી મનપા), મમતા બેન ઠાકર, જલ્પાબેન સોનગ્રા ઉપરાંત ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, સી.ડી.રામાવત, પરેશભાઈ તન્ના, કીશોરભાઈ ચંડીભમર, નંદલાલભાઈ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ કંઝારીયા, નરેન્દ્રભાઈ મહેતા, અનીલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, હીતેશ જાની, જીજ્ઞેશભાઈ પોપટ, નેહલભાઈ કોટક, નરેન્દ્રભાઈ રાચ્છ, જયંતભાઈ રાઘુરા,સંજય હીરાણી, રમણીકલાલ ચંડીભમર, પ્રવિણભાઈ ખખ્ખર, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ,સંજય હીરાણી, કૌશલભાઈ જાની,મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, નરશીભાઈ રાઠોડ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોરબી મહાનગરપાલીકા ના નવનિયુક્ત પદાધિકારીઓનું અભિવાદન કરી શુભકામનાઓ પાઠવી હતી.















