Sunday, June 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાનગરપાલિકા દ્વારા કાલે સોમવારે સ્વચ્છતા રેલીનું આયોજન

મોરબી મહાનગરપાલિકા દ્વારા કાલે સોમવારે સ્વચ્છતા રેલીનું આયોજન

મહાનગરપાલિકા કચેરીથી સરદાર સાહેબના સ્ટેચ્યુ સુધી યોજાશે રેલી: નાગરિકોને જોડાવા અપીલ

મોરબી: મોરબી શહેરમાં સ્વચ્છતા અંગે વ્યાપક જાગૃતિ લાવવા અને સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવાના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા દ્વારા એક વિશાળ સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે તારીખ 08/06/2026ને સોમવારના રોજ સવારે 08:00 થી 09:30 કલાક દરમિયાન આ સ્વચ્છતા રેલી યોજાવા જઈ રહી છે. આ રેલીનો પ્રારંભ મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, ગાંધી ચોકથી કરવામાં આવશે. જ્યાંથી આ રેલી રામચોક અને સરદારબાગના માર્ગે થઈને સરદાર સાહેબના સ્ટેચ્યુ સુધી પહોંચશે અને ત્યાં તેનું સમાપન થશે. મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને નિર્ધારિત સમયે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments