Sunday, June 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના કણકોટ ગામની સીમમાંથી ખનીજ ચોરી ઝડપાઈ:2 શખ્સોની ધરપકડ

વાંકાનેરના કણકોટ ગામની સીમમાંથી ખનીજ ચોરી ઝડપાઈ:2 શખ્સોની ધરપકડ

એલ.સી.બી. અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત કાર્યવાહી : જેસીબી અને ડમ્પર સહિત રૂ.55 લાખનો મુદ્દામાલ કબ્જે

મોરબી: મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને ખાણ ખનીજ વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ 55,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં બિલેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના કાયા રસ્તે વોકળા પાસેથી સરકારી જમીનમાં ગેરકાયદેસર ખાણ ખનીજ પ્રવૃત્તિ કરતા 2 શખ્સો વાહનો સાથે ઝડપાયા હતા. જેમાં કણકોટ ગામના રહેવાસી પૃથ્વિરાજસિંહ ભગવતસિંહ ઝાલા અને મહેન્દ્રભાઈ કાળુભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આ સ્થળ પરથી ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિમાં સંડોવાયેલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

જેમાં 30,00,000 રૂપિયાની કિંમતનું GJ36S2246 રજીસ્ટ્રેશન નંબર ધરાવતું એક જે.સી.બી. અને 25,00,000 રૂપિયાની કિંમતનું GJ02XX6442 નંબર નું એક ટ્રક ડમ્પર મળી ને કુલ 55,00,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આ સફળ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી આર.સી. ગોહિલ, PSI બી.ડી. ભટ્ટ, PSI વી.જી. માલાણી (પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબી), તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફના માણસો તેમજ મોરબી ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments