મોરબી:શહેરને સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવાના સંકલ્પ સાથે ‘સ્વચ્છતા અભિયાન’ના ભાગરૂપે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા એક ભવ્ય ‘સ્વચ્છતા જાગૃતિ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને પર્યાવરણની જાળવણી માટે લોકોને પ્રેરિત કરવાનો હતો.
મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેથી આ રેલીનો ભવ્ય પ્રારંભ થયો હતો. ત્યાંથી નીકળીને રેલી સરદારબાગ થઈને શનાળા રોડ ખાતે આવેલી અખંડ ભારતના શિલ્પી પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા (સ્ટેચ્યુ) ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી. રેલી દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ મોરબીને સ્વચ્છ રાખવાના સૂત્રોચ્ચારો કર્યા હતા.
રેલીમાં ઉપસ્થિત મહાનુભાવો:
આ જાગૃતિ રેલીમાં મોરબીના રાજકીય, સામાજિક અગ્રણીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં મુખ્યત્વે:
- શ્રી જયંતીભાઈ રાજકોટીયા – પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપ
- શ્રી નિર્મલભાઇ જારીયા – મહામંત્રી, મોરબી જિલ્લા ભાજપ
- શ્રી ઉત્તમભાઈ સુરાણી – મેયર, મોરબી મહાનગરપાલિકા
- શ્રી ચિરાગભાઈ રાણપરા – ડેપ્યુટી મેયર, મોરબી મહાનગરપાલિકા
- શ્રી જયંતીભાઈ પંડસુંબીયા – ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી
- શ્રી જયેશભાઈ દેસાઇ – દંડક
- શ્રી અર્પિતાબા જાડેજા – શાસક પક્ષના નેતા
આ ઉપરાંત મહાનગરપાલિકાના વિવિધ વોર્ડના કોર્પોરેટરો, મહાપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોરબીના વિવિધ સમાજના મોભીઓ અને અગ્રણીઓ આ રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સંદેશ: મોરબી મહાનગરપાલિકા તમામ નગરજનોને અપીલ કરે છે કે, સ્વચ્છતા એ માત્ર તંત્રની જ નહીં પરંતુ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. આવો, આપણે સૌ સાથે મળીને મોરબીને સ્વચ્છ અને હરિયાળું બનાવીએ.












