ખોડિયાર મંદિરને 40 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે યોજાશે ધાર્મિક કાર્યક્રમો
મોરબી : મોરબીના દરબારગઢ ચોક ખાતે આવેલા ખોડિયાર મંદિરને 40 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે આગામી તારીખ 19-6-2026 ને શુક્રવારના રોજ નવચંડી યજ્ઞ તથા મહાઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મા ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા મળતી માહિતી મુજબ, ખોડિયાર માતાજીના મંદિરે ઉજવાઈ રહેલા આ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની રૂપરેખા
નવચંડી યજ્ઞ: સવારે 8 થી બપોરે 4 કલાકે
બીડું હોમવાનું: સાંજે 4-30 કલાકે
મહા આરતી: સાંજે 7-00 કલાકે
મહાપ્રસાદ: સાંજે 7-30 કલાકે
સ્થળ: દરબારગઢ ચોક, ખોડિયાર મંદિર, મોરબી.
નવચંડી હવનમાં બેસવા માટે 8200007560 અથવા 9909974717 પર સંપર્ક કરવા અથવા રૂબરૂ મંદિરનો સંપર્ક કરવા જણાવાયું છે. આ તમામ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા મોરબીની ધર્મપ્રેમી જનતાને મા ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે













