મોરબી તાલુકા બગથળા સેજાની ગોર ખીજડીયા આંગણવાડીમા ગેસના બાટલાને લઈને સરપંચ દ્વારા આઇ.સી.ડી.એસ ( સંકલિત બાળ વિકાસ યોજના) વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી ત્યારે અધિકારીઓ દ્વારા તેનો રસ્તો કાઢવાના બદલે ગોર ખીજડીયા આંગણવાડીમા નોકરી કરતા સંરપંચના પત્નીને જ ખરુ ખોટુ સંભળાવી ઉદ્ધત ભર્યું વર્તન કર્યું હતું. અને આંગણવાડીની બહેનો પર પણ રોફ જમાવ્યો હતો જેથી સોમવારે આઠ દશ આંગણવાડી વર્કરોના રાજીનામ પડશે તો તેના જવાબદાર કોણ?
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા સેજાની ગોર ખીજડીયા આંગણવાડીમા ૩૨ જેટલા ભુલકાઓ શિક્ષણ લય રહ્યા છે જેમને માટે ત્રણ ટાઈમનો નાસ્તો બનાવવામાં આવે છે જેના માટે આઇ.સી.ડી.એસ વિભાગમાંથી વર્ષના ત્રણ ગેસના બાટલા ફાળવવામાં આવે છે જે પુરતા નથી અને વર્ષ દરમિયાન સાત બાટલાની જરૂરિયાત રહેતી હોય છે જેથી આ અંગે આંગણવાડીના વર્કર દ્વારા સરપંચને રજુઆત કરતા સરપંચ દ્વારા આ અંગે આઈ.સી.ડી.એસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પી.ઓ. (પ્રોગ્રામ ઓફિસર) અને સિ.ડી.પી.ઓને રજુઆત કરતા હા થય જાશે તેવો જવાબ આપ્યો હતું.
ત્યારે ઉલ્લેખનીય છે કે આજે બગથળા સેજાની આંગણવાડીના વર્કરોની મીટીંગ હોય અને ત્યાં ગોર ખીજડીયા આંગણવાડીમા નોકરી કરતા વર્કર પણ ત્યાં ગયા હોય ત્યારે મીટીંગ પત્યા બાદ આ અધિકારોઓ દ્વારા ગોર ખીજડીયા આંગણવાડીના વર્કર સાથે ઉદ્ધત ભર્યું વર્તન કર્યું હતું અને તમારા ઘરના સરપંચ છે તો અમને કાઈ ફર્ક નહી પડે અને કર્મચારીઓ પર રોફ જમાવ્યો હતો.
ત્યારે આઇ.સી.ડી.એસ વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારી જોવા મળી રહી છે અને વર્કરો સાથે મનફાવે તેમ વર્તન કરી રહ્યા છે. અને આંગણવાડીના વર્કરોને બાળકોના શિક્ષણ સાથે એવી પણ જવાબદારી સોંપાઈ રહી છે કે તમે શિક્ષણ સાથે ગેસના બાટલા ખરીદવા માટે દાતાઓ પણ ગોતવાની જવાબદારી સોંપવામાં આવી રહી છે જે કેટલા અંશે યોગ્ય.
ત્યારે ઉચ્ચ અધિકારીઓના આ વર્તન કારણે બગથળા સેજામા આવતી આંગણવાડીઓમા વર્કર અને હેલ્પરના આઠ થી દસ રાજીનામા સોમવારે પડવાની સંભાવના અને તેના પાછળનુ એક માત્ર કારણ છે સુપરીયર અધિકારીઓની મનમાની અને વર્કરો પર કરવામાં આવતુ પ્રેસર ત્યારે જોવુ રહ્યું કે આ સમગ્ર ઘટના બાદ જીલ્લા કલેકટર દ્વારા શું આઇ.સી.ડી.એસના ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તેમના વિરુદ્ધ યોગ્ય પગલાં ભરવામાં આવશે કે નહી તે જોવુ રહ્યુ.











