એલસીબીની કાર્યવાહી : રૂ.40 હજારનો દારૂનો જથ્થો કબ્જે લેવાયો
મોરબી : મોરબી એલસીબી ટીમે વાંકાનેર તાલુકાના કણકોટ ગામમાં દરોડો પાડી એક શખ્સને રૂ.40 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી એલસીબી ટીમ દ્વારા બાતમીના આધારે વાંકાનેરના કણકોટ ગામના સ્મશાનની બાજુમાં, ક્રિષ્ના પાન પાર્લરની પાછળ જાહેર જગ્યા પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં આરોપી અર્જુનસિંહ ગિરિરાજસિંહ ઝાલા (ઉંમર 24, ધંધો: દુકાન અને ખેતીકામ, રહે. કણકોટ ગામ, તા. વાંકાનેર, જી. મોરબી)ને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીના કબ્જામાંથી 750 MLની અલગ-અલગ બ્રાન્ડની 22 બોટલ (કિંમત રૂપિયા 15275) અને 180 MLની 202 બોટલ (કિંમત રૂપિયા 25250) મળીને કુલ 40525 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દીધો છે. આ કામગીરીમાં મોરબી LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી. ભટ્ટ, વી.જી. માલાણી તથા LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફના ઈશ્વરભાઈ મેલાભાઈ કલોતરા, શેખરભાઈ સંગ્રામભાઈ, ભરતભાઈ ઘેલાભાઈ અને પ્રદીપસિંહ બહાદુરસિંહ જોડાયા હતા.











