બાલવાટિકામાં પ્રવેશ મેળવતા ભૂલકાઓને સ્કૂલ કીટ અર્પણ કરાઈ, આચાર્ય દ્વારા તમામ બાળકોને પાણીપુરીની ખવડાવામાં આવી
મોરબી : આજ રોજ ગોરખીજડીયા પ્રાથમિક શાળામાં ગુજરાત સરકાર પ્રેરિત પ્રવેશોત્સવ કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાની બાલવાટિકામાં પ્રવેશ પામતા નાના ભૂલકાઓને સ્કૂલ કીટ અર્પણ કરીને ઉમળકાભેર શાળામાં આવકારવામાં આવ્યા હતા.
પ્રવેશોત્સવના આ પાવન પ્રસંગે શાળામાં એક નવું નજરાણું પણ ઉમેરાયું હતું. રાજ્યપાલ દ્વારા શાળાને અર્પણ કરવામાં આવેલા ખાસ સંસ્કૃત કક્ષનું ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધારવા માટે ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા, શાળા SMC ના અધ્યક્ષ અશ્વિનભાઈ ગોરીયા, તેમજ ગામના આગેવાનો અને વડીલો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌએ સાથે મળીને આ શિક્ષણ પર્વની ઉજવણી કરી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય પંકજભાઈ ઠોરીયા તરફથી શાળાના તમામ બાળકોને ભાવતી પાણીપુરીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો, જેની મજા માણીને બાળકો ખુશી-ખુશી છૂટા પડ્યા હતા.














