દાદાગુરુ અજરામરજી સ્વામીની 273 મી જન્મજયંતી નિમિત્તે પ્રેરણાદાયી કાર્ય
મોરબી: લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્ર સ્વામીજી પ્રેરિત ગુરુકૃપા ગર્લ્સ ગ્રુપ (જી.જી.જી.) મોરબી દ્વારા દાદાગુરુ અજરામરજી સ્વામીની 273 મી જન્મજયંતી નિમિત્તે શનિવારે તારીખ 23/06/2026 ના રોજ મોરબીમાં આવેલા વૃદ્ધાશ્રમના વડીલોને મીષ્ટાન ભોજન જમાડીને ગુરુદેવની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
દાદાગુરુની જન્મજયંતિ નિમિત્તે આયોજિત આ સરાહનીય ભોજન સેવાના કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુરુકૃપા ગર્લ્સ ગ્રુપના સક્રિય સભ્યો મોક્ષા મહેતા, પૂર્વી મહેતા, હેત્વી શેઠ, સેજલ દેસાઈ, વિધિ દફતરી અને તાનીયા સંઘવી વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે મોરબી મહાનગરપાલિકાના દંડક જયેશભાઈ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રુપના સભ્યોના આ સેવા કાર્યને બિરદાવ્યું હતું.













