મોરબી : શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – 2026′ અંતર્ગત રાજ્યસભા સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાજીએ બોટાદ જિલ્લાના સમઢિયાળા, ઝમરાળા તથા એલ. કે. સલિયા વિદ્યામંદિર, લાખેણી ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું હર્ષભેર સ્વાગત કર્યું અને વાલીઓને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલી શિક્ષણ સાથે જોડાયેલા રાખવા પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે તેમણે સંદેશ આપ્યો: “આવો, આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણા દરેક બાળકને રોજ નિયમિત શાળાએ મોકલીશું. દીકરો હોય કે દીકરી—બંને સમાન રીતે શિક્ષિત બનશે, ત્યારે જ આપણો સમાજ અને દેશ પ્રગતિના પંથે આગળ વધશે.” દરેક બાળક શિક્ષણનો અધિકારી છે. શિક્ષિત દીકરો-દીકરી જ પરિવાર, સમાજ અને રાષ્ટ્રની પ્રગતિનો સાચો આધાર બને છે. ચાલો, સૌ મળીને શિક્ષિત, સશક્ત અને સમૃદ્ધ ભારતના નિર્માણનો સંકલ્પ કરીએ.તેવું તેઓએ આહવાન કર્યું હતું.













