Tuesday, June 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મકનસર તથા વાદી વિસ્તાર શાળાનો સંયુક્ત પ્રવેશોત્સવ યોજાયો

મોરબીના મકનસર તથા વાદી વિસ્તાર શાળાનો સંયુક્ત પ્રવેશોત્સવ યોજાયો

મોરબી : આજ રોજ તારીખ 23 /6 /2026 ના રોજ મોરબીના મકનસર ગામે નવા મકનસર પ્રા શાળા તથા શ્રી વાદી વિસ્તાર પ્રા.શાળાના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી પ્રગતિનો પ્રવેશોત્સવ 2026 /27 ના વર્ષનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો તથા નવા મકનસર પ્રા. શાળાના નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન મોરબી-ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સાહેબ,પ્રાંત અધિકારી પ્રવિણસિંહજી જેતાવત સાહેબ ,અરવિંદભાઈ વાસદડીયા મોરબી જિલ્લા ભાજપ ઉપ-પ્રમુખ ,જીતેન્દ્રભાઈ ગોહિલ જિલ્લા અગ્રણી, નૈમિશભાઈ તાલુકા પંચાયત સભ્ય,મોરબી આઈ.ટી.આઈના આચાર્ય જયેશભાઈ હળવદિયા ,ભરતભાઈ ઢેઢી તથા વિમલભાઈ મેરજા સીઆરસી સાહેબ,સરપંચ રેખાબેન અવચરભાઈ , રમેશભાઈ કણસાગરા જાંબુડીયા સરપંચ સંદીપભાઈ ગુઢડા લાલપર તાલુકા પંચાયત સભ્ય તથા શિવુભા ગઢવી જાંબુડીયા તાલુકા પંચાયત સભ્ય તથા અવચરભાઈ ,હેમરાજભાઈ, સહદેવભાઈ જેવા અગ્રણીઓ ,વાદી વિસ્તાર પ્રા.શાળાના આચાર્યશ્રી અશોકભાઈ વસિયાણી સાહેબ તથા નવા મકનસરના પ્રા શાળાના આચાર્યશ્રી માનસીબેન ભટ્ટ તથા તમામ સ્ટાફ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની હર્ષભેર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું સફળ સ્ટેજ સંચાલન શ્રીબંધુનગર પ્રા. શાળાના આચાર્ય અમુલભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments