Tuesday, June 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે મોરબીના કોર્પોરેટરે જલારામ ધામમાં મહાપ્રસાદ યોજ્યો

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે મોરબીના કોર્પોરેટરે જલારામ ધામમાં મહાપ્રસાદ યોજ્યો

મોરબી : જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી નિર્મલભાઈ જારીયા તથા જિલ્લા ભાજપ પરિવારના માર્ગદર્શન હેઠળ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી મહાનગરપાલિકા વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર ભાવિન ઘેલાણી દ્વારા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ અર્પણ કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી હતી અને જનસંઘના સંસ્થાપકને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આ પ્રસંગે મોરબીના જૂના જનસંઘી સી. ડી. રામાવત, વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર ભાવિન ઘેલાણી, જયેશભાઈ દેસાઈ, મમતાબેન ઠાકર, જલ્પાબેન સોનગ્રા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરી કોટી કોટી વંદન કર્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments