પોઝિટિવ મોરબી: મોરબી શહેરના વોર્ડ નંબર 9 વિસ્તારમાં આવેલ ઉમિયા સર્કલ નજીકની ઉમિયા સોસાયટી ખાતે રસ્તાની ખરાબ હાલત અંગે સ્થાનિક રહેવાસીઓ દ્વારા કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને ગંભીરતાથી લઈને ગત રાત્રે જ તાત્કાલિક ધોરણે રસ્તાના પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સ્થાનિકોએ લાંબા સમયથી રસ્તાની સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી. રજૂઆત મળતા જ તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવતા રહેવાસીઓમાં સંતોષની લાગણી જોવા મળી હતી. આ અંગે કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, વોર્ડ નં. 9ના નાગરિકોને વધુ સારી, સુવિધાસભર અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી તેમની પ્રાથમિકતા છે. વોર્ડમાં નાગરિકોની દરેક યોગ્ય રજૂઆતનો સમયસર નિકાલ થાય તે માટે સતત કાર્ય કરવામાં આવશે અને વિકાસલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે.











