યુવા, કિસાન, બક્ષીપંચ, અનુસૂચિત જાતિ અને લઘુમતી મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓની જાહેરાત કરાઈ
મોરબી: ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા માળિયા તાલુકાના વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રભારી સાથે પરામર્શ કરીને તેમજ મોરબી જિલ્લાના ત્રણેય મહામંત્રીઓ સાથે સંકલન કરીને આ નિમણૂકો કરવામાં આવી છે.
માળિયા તાલુકાના મોરચાના નવનિયુક્ત હોદ્દેદારોની યાદી નીચે મુજબ છે
યુવા મોરચો:
પ્રમુખ તરીકે દિવ્યરાજસિંહ મયુરસિંહ જાડેજા (90239 50740), જ્યારે મહામંત્રી તરીકે તરુણભાઈ વલ્લભભાઈ કાવર (63555 51929) અને વિશાલભાઈ અમુભાઈ મિયાત્રા (63527 48400)ની નિમણૂક કરાઈ છે.
કિસાન મોરચો:
પ્રમુખ તરીકે હર્ષદરાય ધરમશીભાઈ વિડજા (99255 93543) અને મહામંત્રી તરીકે જયેશભાઈ નરશીભાઈ ચારોલા (99135 22209) તથા મહેશભાઈ આપાભાઈ ડાંગર (99988 21401)ની વરણી કરાઈ છે.
બક્ષીપંચ (OBC) મોરચો:
પ્રમુખ પદે અશોકભાઈ પાયાભાઈ પરસુંડા (81416 38757) અને મહામંત્રી પદે મનીષભાઈ રમેશભાઈ વિરડા (70160 84103) તેમજ યતિનભાઈ વાલજીભાઈ શિયાળ (96620 53154)ની નિમણૂક થઈ છે.
અનુસૂચિત જાતિ મોરચો:
પ્રમુખ તરીકે ગોકળભાઈ ધનાભાઇ ચાવડા (90991 81041) અને મહામંત્રી તરીકે જયેશભાઈ લક્ષ્મણભાઈ ચાવડા (70419 66477) તથા રમેશભાઈ કરશનભાઈ રાઠોડ (98250 94073)ની વરણી કરવામાં આવી છે.
લઘુમતી મોરચો:
પ્રમુખ તરીકે કાદરબાપુ હૈદરઅલી સૈયદ (79849 15126) અને મહામંત્રી તરીકે સીદીકભાઈ ઓસમાણભાઈ માણેક (76006 40053) તેમજ કાસમભાઈ હાજીભાઇ સુમરા (96878 69202)ની નિમણૂક કરવામાં આવી છે.
આ સંગઠનાત્મક નિમણૂકોની સત્તાવાર જાહેરાત કમલમ મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા કરવામાં આવી છે.











