Monday, June 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી સંસ્કારધામના પ્રેમપ્રકાશ દાસજી સ્વામી આજે રાત્રે ખેડૂત આંદોલનની ઉપવાસ છાવણીની મુલાકાત...

મોરબી સંસ્કારધામના પ્રેમપ્રકાશ દાસજી સ્વામી આજે રાત્રે ખેડૂત આંદોલનની ઉપવાસ છાવણીની મુલાકાત લેશે

મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે ખાનગી કંપની દ્વારા વીજપોલ નાખવાની કામગીરી સામે ખેડૂતો દ્વારા આંદોલન અને અમરણ ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. જેને નૈતિક સમર્થન અને આશીર્વાદ આપવા માટે મોરબી સંસ્કારધામથી પ્રેમપ્રકાશ દાસજી સ્વામી ખાસ ઉપવાસ છાવણીની મુલાકાતે પધારવાના છે.

આ કાર્યક્રમ આજે રાત્રે 9:30 વાગ્યે ઉપવાસ છાવણી, જેતપર ગામ, મોરબી ખાતે યોજાશે. સંતોના સાનિધ્યથી આ આંદોલનને નવી શક્તિ અને પ્રેરણા મળશે. ત્યારે જેતપર અને આજુબાજુના વિસ્તારના સર્વ ખેડૂત ભાઈ-બહેનોને આ મુલાકાત સમયે મોટી સંખ્યામાં હાજર રહેવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments