Thursday, July 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા ભાજપ દ્વારા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે...

મોરબી જિલ્લા ભાજપ દ્વારા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે ભવ્ય કાર્યકર્તા સંમેલન યોજાયું

  • પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઇ દવે, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને જિલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિતના અગ્રણીઓની ગરિમામય ઉપસ્થિતિ
  • ત્રણ મુખ્ય વક્તાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના સામાજિક, રાજકીય અને રાષ્ટ્રવાદી જીવન પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો
  • મોરબી:મોરબી જિલ્લા ભાજપ દ્વારા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રભક્ત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના રાષ્ટ્રનિર્માણમાં આપેલા અભૂતપૂર્વ યોગદાનને યાદ કરી તેમને ભાવભીની અંજલિ અર્પિત કરવામાં આવી હતી.
    આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઇ દવે, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જયંતીભાઈ રાજકોટિયા અને રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ટંકારા-પડધરીના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રીઓ શ્રી નિર્મલભાઇ જારીયા અને શ્રી તપનભાઇ દવે, ગુજરાત સરકારના પછાત વર્ગ વિકાસ બોર્ડના પૂર્વ વાઇસ ચેરમેન શ્રી પ્રદિપભાઇ વાળા, હળવદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી વિજયભાઇ જાની, મોરબી મહાનગરપાલિકાના મેયર શ્રી ઉત્તમભાઇ સુરાણી, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ ગરચર તેમજ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી સહિતના વરિષ્ઠ આગેવાનો મંચસ્થ રહ્યા હતા.
  • મુખ્ય વક્તાઓએ ડૉ. મુખર્જીના જીવનના વિવિધ પાસાઓ વર્ણવ્યા:
    સંમેલન દરમિયાન મુખ્ય ત્રણ વક્તાઓ દ્વારા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના રાષ્ટ્રવાદી ચિંતન અને જીવનકવન પર પ્રભાવશાળી વક્તવ્ય આપવામાં આવ્યા હતા:
  • શ્રી અનિરુદ્ધભાઇ દવે (પ્રદેશ મહામંત્રી): તેમણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના ‘સામાજિક અને રાજકીય જીવન’ પર વિસ્તૃત પ્રકાશ પાડતા જણાવ્યું કે, તેમનું સમગ્ર જીવન દેશની એકતા અને અખંડિતતા માટે સમર્પિત હતું.
  • શ્રી વિજયભાઇ જાની (પુર્વ પ્રમુખ, હળવદ નગરપાલિકા): તેમણે ‘ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી’ વિષય પર વાત કરી, પક્ષની વિચારધારા અને રાષ્ટ્રપ્રથમના સંકલ્પની પૃષ્ઠભૂમિ સમજાવી હતી.
  • શ્રી પ્રદીપભાઇ વાળા (પુર્વ વાઇસ ચેરમેન, પછાત વર્ગ વિકાસ બોર્ડ): તેમણે ‘કેન્દ્રીય મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી’ ના કાર્યકાળ અને દેશના ઔદ્યોગિક તેમજ આર્થિક વિકાસમાં તેમના વિઝનરી નિર્ણયો વિશે કાર્યકરોને માહિતગાર કર્યા હતા.
    આ કાર્યકર્તા સંમેલનમાં મોરબી જિલ્લાના તાલુકા અને શહેર મંડળના તમામ હોદ્દેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં રાષ્ટ્રવાદી કાર્યકર્તાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અને ડૉ. મુખર્જીના વિચારોને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments