ખેડૂત આંદોલનના સમર્થનમાં માર્કેટ યાર્ડમાં આજે બંધ પાડવામાં આવ્યું
મોરબી : મોરબીના જેતપર ગામમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. આ આંદોલનના ટેકામાં આજે મોરબી માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું હતું સાથે વેપારીઓ વિશાળ રેલી સ્વરૂપે જેતપર જવા રવાના થયા છે.
મોરબી માર્કેટિંગ યાર્ડના રજનીકાંત બરાસરાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જેતપર ગામમાં ચાલી રહેલા બિનરાજકીય આંદોલનને સમર્થન આપવા માટે આજે મોરબી યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આજે મોરબી યાર્ડમાંથી 150 થી 200 ગાડીઓના કાફલા સાથે અંદાજે 500 જેટલા લોકો જેતપર ગામ ખાતે આંદોલનને સમર્થન આપવા માટે રવાના થયા છે.આ બંધના પગલે આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં કરિયાણું, કમિશન એજન્ટ અને અન્ય તમામ પ્રકારના વેપાર-રોજગાર સંપૂર્ણપણે ઠપ રહ્યા હતા અને તમામ પ્રકારની કામગીરી બંધ રાખવામાં આવી હતી.













