Friday, July 3, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાનગરપાલિકાના ફૂડ વિભાગની તવાઈ: 56 પેઢીઓમાં સઘન ચેકિંગ, અખાધ સામગ્રીનો નાશ

મોરબી મહાનગરપાલિકાના ફૂડ વિભાગની તવાઈ: 56 પેઢીઓમાં સઘન ચેકિંગ, અખાધ સામગ્રીનો નાશ

ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર દ્વારા 43 પેઢીઓને હાઇજીન, લાયસન્સ અને વાસી ખોરાક મામલે નોટિસ ફટકારવામાં આવી; ચેકિંગ વધુ કડક બનશે તેવી વેપારીઓને તાકીદ

મોરબી શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા એક્શન મોડમાં આવી છે. ફૂડ શાખા દ્વારા શહેરમાં આવેલી ખાણીપીણી અને ફરસાણની પેઢીઓમાં કડક નિરીક્ષણ અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા શહેરની 56 જેટલી પેઢીઓમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આ તપાસ દરમિયાન ફૂડ શાખાની ટીમને સ્થળ પરથી અખાધ અને વાસી ખોરાક મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને કસૂરવાર પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી ચોક્કસ કામગીરીની વિગતો નીચે મુજબ છે:

  • અમૂલ ડેરી ફાર્મમાંથી મળી આવેલા બેક્ટેરિયલ કલ્ચરના પેકેટમાં કોઈ લાયસન્સ નંબર ન હોવાથી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
  • પ્રકાશ બેકરીમાંથી બ્રેડ અને પાંઉ, જેમાં એક્સપાયરી ડેટનો ઉલ્લેખ ન હતો, તેવા અખાધ ખોરાકનો નાશ કરાયો હતો.
  • વજુભાઈ બ્રેડવાળા તથા લાલજીભાઈ બ્રેડવાળાને ત્યાં તપાસ કરતા બ્રેડ પર એક્સપાયરી ડેટ ન હોવાથી આવા અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.
  • ટુડે બેકરીમાંથી ટોસ્ટ અને આઈસ્ક્રીમ, જેમાં એક્સપાયરી ડેટ લખેલી ન હતી, તેવા ખોરાકનો નાશ કરાયો હતો.
  • રોયલ સુપરમાર્કેટમાંથી એક્સપાયરી ડેટ જતી રહી હોય તેવા ખાધ પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.

આ ઝુંબેશ અંતર્ગત ફૂડ શાખા દ્વારા કુલ 43 પેઢીઓને હાઇજીન, ફૂડ લાયસન્સ તથા વાસી અને અખાધ ખોરાક રાખવા બાબતે કડક નોટિસ પાઠવવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના તમામ વેપારીઓને ખાસ તાકીદ કરવામાં આવી છે કે આગામી દિવસોમાં આ ફૂડ યેકિંગ ઝુંબેશ વધુ કડક રીતે ચલાવવામાં આવશે, જેની દરેક ખાણીપીણીના વેપારીઓએ નોંધ લેવી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments