Thursday, July 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ નવલખી પોર્ટ અને ક્રિક વિસ્તારની મુલાકાત લઈ...

મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ નવલખી પોર્ટ અને ક્રિક વિસ્તારની મુલાકાત લઈ દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાની સઘન સમીક્ષા કરી

પોર્ટ પરિસરની સલામતી, કાર્યરત વેસલ્સમાં માલસામાનનું પરિવહન અને સ્વચ્છતા સહિતની બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કરાયું

સરહદી અને વ્યાપારી સુરક્ષાના આ સુદ્રઢ સમન્વય અંગે હકારાત્મક અભિગમ સાથે મોરબી જિલ્લાની દરિયાઈ સરહદોની સજ્જતા અને આર્થિક ગતિવિધિઓ પર ચુસ્ત દેખરેખ રાખવાના આશય સાથે જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા નવલખી પોર્ટની મહત્વપૂર્ણ ક્ષેત્રીય મુલાકાત લેવામાં આવી હતી.

આ ઉચ્ચ સ્તરીય મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ પોર્ટ પર હાલમાં લાંગરેલા અને કાર્યરત વિવિધ વેસલ્સ (માલવાહક જહાજો) માં થઈ રહેલા માલસામાનના પરિવહનની પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે સમગ્ર પોર્ટ પરિસરની સુરક્ષા વ્યવસ્થા, શ્રમિકો અને તંત્રની સલામતીના માપદંડો તેમજ પરિસરમાં જળવાતી સ્વચ્છતા જેવી પાયાની અને સંવેદનશીલ બાબતોની ઝીણવટભરી સમીક્ષા કરીને જવાબદાર અધિકારીઓને જરૂરી વહીવટી સૂચનાઓ આપી હતી.

પોર્ટની ગતિવિધિઓની ચકાસણી બાદ કલેક્ટરશ્રીએ નવલખી પંથકના સંવેદનશીલ ગણાતા ક્રિક (ખાડી) વિસ્તારની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. ચોમાસાની વર્તમાન ઋતુ અને રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વના એવા આ દરિયાઈ પટ્ટા પર સુરક્ષા એજન્સીઓ વચ્ચેનું સંકલન મજબૂત બને અને કોઈપણ શંકાસ્પદ હલચલ પર બાજ નજર રાખી શકાય તે હેતુથી તેમણે દરિયાઈ સુરક્ષા અને કોસ્ટલ પેટ્રોલિંગની વ્યવસ્થાઓની તાગ મેળવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments