મોરબી: રમતગમત ક્ષેત્રે ખાસ કરીને દીકરીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી મોરબીમાં ચાલી રહેલી ફૂટબોલ ટૂર્નામેન્ટ હવે તેના અંતિમ પડાવ પર પહોંચી છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) ના ઉપક્રમે અને મોરબી ફૂટબોલ એસોસિએશનના યજમાન પદે યોજાયેલી “ઓપન ગુજરાત અન્ડર-14 સબ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટૂર્નામેન્ટ” ની મહા રોમાંચક ફાઇનલ મેચ આવતીકાલે તારીખ 10 જુલાઈ 2026 ના રોજ રમાવા જઈ રહી છે.
આવતીકાલે શુક્રવારે સવારે 10:00 વાગ્યે મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આ ફાઇનલ મેચ અને સમાપન સમારોહ યોજાશે. ફાઇનલ મુકાબલામાં ટ્રોફી જીતવા માટે રાજકોટ DFA અને જામનગર DFA ની ટીમો વચ્ચે મેદાનમાં ખરાખરીનો જંગ જોવા મળશે.
મોરબી ફૂટબોલ એસોસિએશન દ્વારા દીકરીઓની રમતગમતની ક્ષમતા અને તેમના ઉત્સાહમાં વધારો કરવા માટે તમામ રમતગમત પ્રેમીઓને આ ગરિમાપૂર્ણ અવસરે ઉપસ્થિત રહી ફૂટબોલને સપોર્ટ કરવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.










