મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 9 વિસ્તારમાં કન્યા છાત્રાલય રોડથી બાયપાસ રોડ તરફ સરદારનગર સોસાયટી પાસે ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થયા બાદ વરસાદને કારણે રોડ પર પાણી ભરાવા અને કાદવ સર્જાવાથી સ્થાનિક રહેવાસીઓ તથા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
આ સમસ્યાને ધ્યાને લઈ વોર્ડ નં. 9ના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા, નૂતનબેન વિડજા, નવનિતભાઈ કુંડારિયા અને હિરેનભાઈ કરોતરાએ મોરબી મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆતના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા સ્થળ પર મેટલ પાથરી રોડને સમતળ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રોડ પરથી લોકોની અવરજવર સરળ બને અને વાહનચાલકોને તકલીફ ન પડે તે હેતુસર ઉદ્યોગપતિ મુકેશભાઈ કુંડારિયાએ પોતાના ખર્ચે રોડ પર રોલર ફેરવવાની કામગીરી પણ કરાવી હતી.











