Thursday, July 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના હીરાપર પાસે કારખાનામાંથી 2 પિસ્તોલ અને 11 જીવતા કાર્ટીઝ સાથે સિક્યોરિટી...

ટંકારાના હીરાપર પાસે કારખાનામાંથી 2 પિસ્તોલ અને 11 જીવતા કાર્ટીઝ સાથે સિક્યોરિટી ગાર્ડ ને ઝડપી લેતી ટંકારા પોલીસ

ટંકારા : ટંકારાના હીરાપર ગામ પાસે આવેલા ફ્લોરિમ કારખાનામાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ ઉત્તર પ્રદેશના એક શખ્સને 2 દેશી બનાવટની પિસ્તોલ અને 11 જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ 47,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આગામી રથયાત્રાના તહેવારના અનુસંધાને બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા અને અગાઉ હથિયારોના કેસોમાં પકડાયેલા શખ્સોને ચેક કરી ગેરકાયદેસર હથિયારોના કેસો શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવી હતી. જેના પગલે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ અને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલા, પીએસઆઈ એસ.એન. સગારકા, પીએસઆઈ જે.કે. રાણા અને ટંકારા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા.પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફને મળેલી હકીકતના આધારે હીરાપર ગામ પાસે આવેલા ફ્લોરિમ કારખાનામાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં સિક્યોરિટી ગાર્ડની ઓરડીમાં તપાસ કરતા રાજીવસિંહ રઘુરાજસિંહ વિક્રમસિંહ રાજાવાત (ઉંમર વર્ષ 46) નામનો શખ્સ ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાઈ ગયો હતો. આ આરોપી મૂળ ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના ગરૌઢા તાલુકાના મારકુવા ગામનો વતની છે અને હાલમાં ફ્લોરિમ કારખાનામાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.

પોલીસે આરોપી પાસેથી 40,000 રૂપિયાની કિંમતની 2 દેશી હાથ બનાવટની લોખંડની પિસ્તોલ, 2200 રૂપિયાની કિંમતના 11 જીવતા કાર્ટીઝ અને 5,000 રૂપિયાની કિંમતનો 1 મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. આમ, પોલીસે કુલ 47,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments