Friday, July 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabi4200 ગ્રેડ પે માટે શિક્ષકોનો હૂંકાર! મોરબીમાં ભવ્ય શિક્ષક સ્નેહમિલન

4200 ગ્રેડ પે માટે શિક્ષકોનો હૂંકાર! મોરબીમાં ભવ્ય શિક્ષક સ્નેહમિલન

મોરબી: મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8 માં ફરજ બજાવતા શિક્ષકોના પડતર પ્રશ્નો અને 4200 ગ્રેડ પેની લાંબા સમયથી ચાલી રહેલી ન્યાયિક માંગને વધુ બળ આપવા માટે મોરબી ખાતે એક ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અને એકજૂથ થઈને પોતાનો સૂર બુલંદ કર્યો હતો. શિક્ષકોની આ વાજબી રજૂઆતને રાજ્ય સરકાર સુધી ધારદાર રીતે પહોંચાડવાના આશયથી ‘ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ’ તેમજ ‘રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ’ના હોદ્દેદારોને પણ વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ધોરણ 6 થી 8 ના શિક્ષકોએ 4200 ગ્રેડ પે તેમનો હક હોવાની રજૂઆત તથ્યો સાથે સંઘના હોદ્દેદારો સમક્ષ મૂકી હતી. શિક્ષકોની રજૂઆતો અને લાગણીઓને હોદ્દેદારોએ ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળીને આ પ્રશ્નને રાજ્ય કક્ષાએ સક્ષમ સત્તાધીશો સમક્ષ યોગ્ય મંચ પર રજૂ કરી સકારાત્મક ઉકેલ લાવવા માટે ખાતરી આપી હતી.

આ ઉપરાંત આગામી દિવસોમાં જિલ્લા તેમજ રાજ્ય સ્તરે આ માંગણીને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા માટેની રણનીતિ અંગે પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તમામ શિક્ષકોએ શિક્ષક એકતાને વધુ મજબૂત કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને ટૂંક સમયમાં સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments