Saturday, July 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પરપ્રાંતીય મહિલા ખેતમજૂરો પર સામૂહિક દુષ્કર્મ કેસનો મુખ્ય આરોપી ઝડપાયો

મોરબીમાં પરપ્રાંતીય મહિલા ખેતમજૂરો પર સામૂહિક દુષ્કર્મ કેસનો મુખ્ય આરોપી ઝડપાયો

મોરબી તાલુકાના જેતપર અને ચકમપર ગામની સીમમાં પરપ્રાંતીય ખેતમજૂરોને નિશાન બનાવી લૂંટના ઈરાદે ઘૂસી બે મહિલાઓ પર તેમના પતિની હાજરીમાં સામૂહિક દુષ્કર્મ આચરવાના જઘન્ય ગુનાના મુખ્ય આરોપીને મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ઝડપી પાડ્યો છે. આરોપી દિનેશ મધુભાઈ જખાનીયા (દેવીપૂજક, રહે. માથક, તા. હળવદ) ગુનો આચર્યા બાદ નાસ્તો ફરતો હતો. અગાઉ આ જ ગુનામાં ત્રણ આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની ધરપકડ થઈ ચૂકી છે.

તારીખ 4 જૂન, 2026ના રોજ રાત્રે જેતપર ગામની સીમમાં અને 5 જૂન, 2026ના રોજ વહેલી સવારે ચકમપર ગામની સીમમાં પાંચ સભ્યોની ગેંગે છરી અને ધોકા જેવા હથિયારો સાથે ખેતરમાં રહેતા પરપ્રાંતીય મજૂરોને નિશાન બનાવ્યા હતા. લૂંટ દરમિયાન દાગીના હાથમાં ન લાગતા આરોપીઓએ બે મહિલાઓ પર તેમના પતિની સામે જ છરીની અણીએ સામૂહિક દુષ્કર્મ આચરી ગંભીર ગુનો કર્યો હતો, જેના કારણે સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી હતી. આ કેસમાં મુખ્ય આરોપી દિનેશ જખાનીયાને પકડવા માટે LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડે ખાનગી બાતમીના આધારે ધ્રોલ-ભાદરા પાટીયા માર્ગ પર વોચ ગોઠવી હતી. આરોપી મોટરસાયકલ પર આમરણ તરફ આવતો હોવાનું જાણવા મળતાં પોલીસે તેને ઝડપી પાડી તેની પાસેથી રૂ. 5,000 કિંમતનો મોબાઇલ ફોન તથા ગુનામાં વપરાયેલી GJ-36-AB-5694 નંબરની મોટરસાયકલ મળી કુલ રૂ. 20,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ આરોપી સામે અગાઉ વાંકાનેર તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકોમાં પણ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે ખેડૂતોને અપીલ કરી છે કે ખેતરમાં રહેતા મજૂરો માટે મજબૂત દરવાજાવાળા રહેઠાણની વ્યવસ્થા કરે, સીમ વિસ્તારમાં શંકાસ્પદ લોકો પર નજરy રાખે, શક્ય હોય ત્યાં CCTV કેમેરા લગાવે, રાત્રિના સમયે રોકડ અને દાગીના સાથે ન રાખે તેમજ મહિલા મજૂરોના રાત્રિ રોકાણની સુરક્ષિત વ્યવસ્થા ગામની નજીક કરવામાં આવે જેથી આવા ગંભીર બનાવો અટકાવી શકાય.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ PI એસ.પી. જાડેજા, PSI બી.ડી. ભટ્ટ, PSI વી.જી. માલાણી, ASI સુરેશભાઈ હુંબલ, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કાણોતરા, શક્તિસિંહ ઝાલા તેમજ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા અને પ્રદીપસિંહ ઝાલા સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments