મોરબી: મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવલખી રોડ પરની રામનગર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડા પર મોરબી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે દરોડો પાડી 6 આરોપીઓને રોકડા રૂપિયા 1,21,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, પોલીસ મહાનિરીક્ષક (સરહદી રેન્જ, ભુજ) તથા મોરબી પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહી-જુગારની પ્રવૃતિ નેસ્તનાબૂદ કરવા આપેલી સૂચના અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર LCBના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ કાર્યરત હતો. તે દરમિયાન LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબીના નવલખી રોડ પર રામનગર સોસાયટીમાં રહેતો ભરતસિંહ મદારસિંહ પરમાર પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને ગેરકાયદેસર રીતે પૈસાની હારજીતનો તીન પત્તીનો જુગાર રમાડી રહ્યો છે.
આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે સદર સ્થળે રેઇડ કરતા મકાનમાં જુગાર રમી રહેલા 6 શખ્સો રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના પાના અને રોકડા રૂપિયા 1,21,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા તમામ 6 આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4 અને 5 મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર LCB મોરબી તથા પો.સબ.ઇન્સ. LCB/પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબી તથા LCB/પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ જોડાયેલ હતો.
પકડાયેલ આરોપીઓના નામ:
ભરતસિંહ મદારસિંહ પરમાર (ઉ.વ. 54, રહે. નવલખી રોડ, રામનગર સોસાયટી, મોરબી)
રાજેન્દ્રસિંહ કનુભા ઝાલા (ઉ.વ. 43, રહે. નવીપીપળી, તા.જિ. મોરબી)
વિપુલભાઈ રમેશચંદ્ર મહેતા (ઉ.વ. 50, રહે. મોરબી, દરબારગઢ જાનીશેરી)
જેઠુભા હેમુભા રાઠોડ (ઉ.વ. 76, રહે. મોરબી-2, ગુ.હા.બોર્ડ એલ-52, તા.જિ. મોરબી)
કમલેશભાઈ મોતીભાઈ મેવાડા (ઉ.વ. 48, રહે. મોરબી-2, સૂર્યકીર્તિ સોસાયટી શેરી નં-2, તા.જિ. મોરબી)
રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા (ઉ.વ. 45, રહે. મોરબી-2, જનકલ્યાણ નગર બ્લોક નંબર 76, તા.જિ. મોરબી)










