Friday, July 17, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી અને વાંકાનેરની કોલેજોમાં યુવક કોંગ્રેસ દ્વારા 'છાત્રો કી ગુંજ' કાર્યક્રમ અંતર્ગત...

મોરબી અને વાંકાનેરની કોલેજોમાં યુવક કોંગ્રેસ દ્વારા ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ

મોરબી : રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી ‘છાત્રો કી ગુંજ’ મુહિમ અંતર્ગત મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કોલેજના વિધાર્થીઓમાં સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજરોજ મોરબીની OMVVIM કોલેજ અને વાંકાનેરની મોહમદી કોલેજ ખાતે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા આ સહી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત યુવક કોંગ્રેસના સહ પ્રભારી ચંદ્રકલા નાગોરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ વસીમ મન્સુરીની આગેવાની હેઠળ આ સહી અભિયાન યોજવામાં આવ્યું હતું.

મોરબી શહેર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પુષ્પરાજસિંહ જાડેજા, જય મેરજા, મિલન સોરીયા, પ્રકાશ રાજપરા, હાજી કોરડીયા, મુસાભાઈ વડાવરિયા અને ટીનાભાઈ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વાંકાનેર ખાતે ગોરધનભાઈ સરવૈયા, આબીદભાઈ શેરસિયા અને રુક્મદિન માથકિયા હાજર રહ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments