Wednesday, July 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ભારતીય મજદૂર સંઘનું ત્રિવર્ષીય અધિવેશન યોજાયું

મોરબીમાં ભારતીય મજદૂર સંઘનું ત્રિવર્ષીય અધિવેશન યોજાયું

જિલ્લા પ્રભારી રાજેન્દ્રસિંહ ચૂડાસમા સહિત વિવિધ ક્ષેત્રના કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત

મોરબી : મોરબી જિલ્લામાં ભારતીય મજદૂર સંઘનું ત્રિવર્ષીય અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં મેરી ટાઇમ બોર્ડ, પરિવહન, પીએમ પોષણ યોજના સહિત વિવિધ ક્ષેત્રોના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા પ્રભારીની હાજરીમાં મોરબી જિલ્લા મહામંત્રી પ્રણવ નલીનભાઇ ઠાકર દ્વારા છેલ્લા 3 વર્ષ દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમો અને આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર કાર્યક્રમોની જાણકારી સાથેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

આ અધિવેશનમાં મોરબી જિલ્લા પ્રભારી રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ ખાસ હાજરી આપીને સભ્યોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રમુખ ડી. એન. ઝાલા સહિત સંઘના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments