Tuesday, August 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનવા જાંબુડીયા પ્રાથમિક શાળામાં 'બેંક આપણા આંગણે' કેમ્પ, 100 વિદ્યાર્થીઓના ખાતા ખુલ્યા

નવા જાંબુડીયા પ્રાથમિક શાળામાં ‘બેંક આપણા આંગણે’ કેમ્પ, 100 વિદ્યાર્થીઓના ખાતા ખુલ્યા

મોરબી જિલ્લાની નવા જાંબુડીયા પ્રાથમિક શાળામાં આજરોજ બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે તે હેતુથી શાળા દ્વારા અનેક લોકોપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

સરકાર દ્વારા દર વર્ષે બાલવાટિકાથી ધોરણ 5 ના વિદ્યાર્થીઓને રૂ.1650 અને ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને રૂ.1950 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિની રકમ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) અંતર્ગત સીધી વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે, જેના માટે દરેક વિદ્યાર્થીનું બેંક ખાતું હોવું અનિવાર્ય છે.

ઘણી બેંકો વિદ્યાર્થીઓના ખાતા ખોલવાની ના પાડતી હોય છે, જેના કારણે વાલીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને બેંકના ધક્કા ખાવા પડે છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને પડતી આ હાલાકી દૂર કરવા માટે ગુજરાત ગ્રામીણ બેંક લાલપર (મોરબી) શાખા દ્વારા “બેંક આપણા આંગણે” સૂત્રને સાર્થક કરતા શાળામાં જ કેમ્પ યોજીને વિદ્યાર્થીઓના 100 જેટલા ખાતા ખોલી આપવામાં આવ્યા હતા.

આ કામગીરીમાં બેંકના અધિકારીઓ યશવંતભાઈ જેન્તીલાલ વોરા, આલોક વૈષ્ણવ, પરાગ મકવાણા અને મયુર પરસોત્તમભાઈ સોલંકીએ વિશેષ સેવા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નવા જાંબુડીયા પ્રાથમિક શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. ગુજરાત ગ્રામીણ બેંકની આ સુંદર અને સરાહનીય કામગીરી બદલ શાળા પરિવાર દ્વારા બેંકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments