Wednesday, August 5, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપતિના મોબાઈલમાં યુવતી સાથેની ચેટ જોઈ પત્નીએ પૂછ્યું, જવાબમાં બેલ્ટથી માર પડ્યો...

પતિના મોબાઈલમાં યુવતી સાથેની ચેટ જોઈ પત્નીએ પૂછ્યું, જવાબમાં બેલ્ટથી માર પડ્યો !

મોરબીના શનાળા ગામે રહેતા પરિણીતાએ પતિનો મોબાઈલ ચેક કરતા સોશિયલ મીડિયા ઇન્સ્ટગ્રામના મેસેન્જરમાં પતિએ કોઈ અન્ય સ્ત્રી સાથે મેસેજમાં વાતચીત કરી હોવાનું ધ્યાને આવતા પત્નીએ આ સ્ત્રી કોણ છે તેવું પૂછતાં પતિએ બેલ્ટ વડે માર મારી સાસુએ પણ ગાળો આપતા પરિણીતાએ બનાવ અંગે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળામાં નવા પ્લોટ વિસ્તારમાં રહેતા સુનિતાબેન પ્રકાશભાઈ સોલંકીએ મહિલા પોલીસ મથકમાં આરોપી પતિ પ્રકાશભાઈ છગનભાઇ સોલંકી અને સાસુ નંદુબેન છગનભાઇ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પતિના મોબાઈલના ઇન્સ્ટાગ્રામ ચેક કરતા તેમાં કોઈ અનુ પરમારને મેસેજ કરેલા હોય સુનિતાબેને પતિ પ્રકાશને પૂછ્યું હતું કે, આ અનુ પરમાર કોણ છે ? જેથી પતિએ જવાબ આપ્યો ન હતો.બાદમાં ફરી વખત પૂછતાં પતિ પ્રકાશે બેલ્ટ વડે સુનિતાબેનને માર માર્યો હતો તેમજ તેમના સાસુ નંદુબેને પણ ગાળો આપી તેમના પુત્રને કઈ ન કહેવા જણાવી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો.અગાઉ પણ પતિ ત્રાસ આપતો હોય સુનિતાબેને પતિ અને સાસુ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments