મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શહેરના આનંદનગરમાં રહેણાંકમાં ધમધમતું જુગારધામ ઝડપી લઈ જુગાર રમતા ચાર જુગારીઓને પકડી પાડવાની સાથે જ ત્રાજપરમાં જાહેરમાં જુગાર રમી રહેલા એક મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી લઈ જુગારના બે દરોડામાં કુલ સાત આરોપીઓ સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે આનંદનગરમાં દરોડો પાડી આરોપી ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજા સંચાલિત જુગારધામ ઝડપી લઈ જુગાર રમી રહેલા ટ્રાન્સપોર્ટર એવા આરોપી ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજા, જગદીશભાઈ મોતીભાઈ નૈયા રહે.પીપળી, યાસીન રહીમભાઈ દલ રહે.વાવડી રોડ અને ઉમેદભાઈ દાઉદભાઈ પઢીયાર રહે.વાવડી રોડ વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 30,100 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
જ્યારે બીજા દરોડામાં પોલીસે ત્રાજપર ઓરીએન્ટલ બેન્ક પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી નયન કિશોરભાઈ મેર રહે.કુબેરનગર, કિશન મનીષભાઈ ઝીંઝવાડિયા રહે.ત્રાજપર અને મંજુબેન દિનેશભાઇ સનુરા રહે.ત્રાજપર વાળાઓને જાહેરમાં તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 5200 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.









