Wednesday, August 5, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી-રાજકોટ હાઈવે પર ઓવરલોડ ડમ્પરોનો ત્રાસ, રસ્તા થઈ રહ્યા છે ખખડધજ

મોરબી-રાજકોટ હાઈવે પર ઓવરલોડ ડમ્પરોનો ત્રાસ, રસ્તા થઈ રહ્યા છે ખખડધજ

મોરબીથી રાજકોટ જતા હાઈવે પરથી પસાર થતા ભીની રેતી ભરેલા નંબર પ્લેટ વગરના ઓવરલોડ ડમ્પરોનો ત્રાસ વધી રહ્યો છે. સ્થાનિક વાહનચાલકના જણાવ્યા પ્રમાણે મોરબી-રાજકોટ હાઈવે પર પસાર થઈ રહેલા ભીની રેતી ભરેલા ડમ્પરમાંથી મોટા પ્રમાણમાં પાણી રસ્તા પર ટપકી રહ્યું છે. વાહનચાલકોની ફરિયાદ છે કે જ્યારે આવા ડમ્પરો હાઈવે પરથી પસાર થાય છે, ત્યારે તેમાંથી પડતા પાણીના કારણે ડામર પોચો પડી જાય છે અને રસ્તો દબાઈ જવાથી ખાડા પડે છે. ત્યારે આવા ડમ્પર ચાલકો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments